fbpx
ભાવનગર

પાલિતાણા શહેરનાં ગુરૂકુળ થી ફાટક સુધીનાં રોડ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં જિલ્લા મેજીસ્ટ્રેટ

        પાલિતાણા ખાતે રેલ્વે ફાટક નં.૩૧-બી પર રેલ્વે ઓવરબ્રિજનું કામ શરૂ થનાર છે. આ કામ માટે શહેર અંદરથી રેલ્વે ફાટક જતો રસ્તો બંધ કરી અવર જવર માટે અન્ય રસ્તો ફાળવવો જરૂરી હોય, સદરહુ ઓવરબ્રિજનાં કામ માટે પાલિતાણા સોનગઢ રોડ ઉપર પાલિતાણા ગુરૂકુળથી ફાટક સુધી આ કામ શરૂ હોય ત્યાં સુધી રસ્તો બંધ કરવાનો થાય જે ભાવનગર જતાં/આવતા વાહનો તથા એસ.ટી. બસ બાપા સીતારામ ચોકથી સુમેરૂ હોટેલ થઇ વડીયા ચોકડી થઇ રેલ્વે ક્રોસિંગ મોટી રાજસ્થળી રોડ પાસેથી રસ્તો ડાયવર્ઝન કરવા તથા પાલિતાના શહેર ગુરૂકુળથી ફાટક સુધી બંધ કરવા જાહેરનામું બહાર પાડવા ચીફ ઓફિસરશ્રી, પાલિતાણાનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે.

        જે દરખાસ્ત  મુજબ જરૂરી તપાસ તજવીજ કરાવતાં સદરહું બાબતે પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગર તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, પાલિતાણા દ્વારા જહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે હકારાત્મક અભિપ્રાયો આપેલ છે. સબબ, ગુજરાત પોલીસ અધિમિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂઇએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા પાલિતાણા શહેર ગુરૂકુળથી ફાટક સુધીનાં રોડ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ જાહેર કરેલ છે તેમજ ભાવનગર જતાં/આવતા વાહનો તથા એસ.ટી. બસ માટે કરેલ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાપા સીતારામ ચોકથી સુમેરૂ હોટેલ થઇ વડીયા ચોકડી થઇ રેલ્વે ક્રોસિંગ મોટી રાજસ્થળી રોડનો ઉપયોગ કરવાનો રહેશે.         આ જાહેરનામાંનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. આ જાહેરનામાંનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નિચેના ન હોય તેવા ફરજ પરનાં અધિકારીશ્રીને અધિકાર રહેશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/