fbpx
ભાવનગર

ઈશ્વરિયા ગામે વિદ્યાર્થીઓને ભેટ આપતા અગ્રણી હબીબભાઈ લાખાણી

ઈશ્વરિયા ગામે શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ આપતા અગ્રણી શ્રી હબીબભાઈ લાખાણીએ કહ્યું કે, સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપીએ તેવા નાગરિક બનીએ. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળાના બાળકોને હાલાણી એજ્યુકેશન વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા શૈક્ષણિક સામગ્રી ભેટ આપવામાં આવી. આ સાથે બાળકોને તિથિ ભોજન ઉજાણીનો લાભ અપાયો હતો.

આ સંસ્થાના વડા શ્રી હબીબભાઈ હાલાણીએ આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે બાળકોને સારા કામ માટે શીખ આપી અને જણાવ્યું કે, સમાજ અને રાષ્ટ્ર માટે યોગદાન આપીએ તેવા નાગરિક બનીએ. આમ પરિવાર અને ગામ માટે પણ ગૌરવ બની શકે. આ પ્રસંગે કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિતે આવકાર પરિચય સાથે દાતાની પ્રવૃત્તિ બિરદાવી હતી.

શિક્ષક શ્રી કિશોરભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પંચાલ તથા શ્રી કિર્તીભાઈ ચૌહાણના સંકલન સાથે આ કાર્યક્રમમાં ઈશ્વરિયા ગામ સાથે ઈશ્વરપુર વિસ્તારની શાળાના બાળકોને આ લાભ મળ્યો. આ પ્રસંગે શ્રી નંદલાલ જાનીએ પ્રાસંગિક વાત કરી હતી. શિક્ષણપ્રેમી અગ્રણીઓ શ્રી વિરશંગભાઈ સોલંકી, શ્રી રમેશભાઈ નાકરાણી તથા શ્રી લાલાભાઈ ગોહિલે દાતા પ્રત્યે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/