fbpx
ભાવનગર

ભાવનગરમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન યોજાનાર ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે તે અંતર્ગત ભાવનનગરમાં પણ તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન વિવિધ પ્રકારે આ ઉજવણી થનાર છે. આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગેની એક બેઠક પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી હર ઘર તરંગા યાત્રા’માં જનસામાન્યની ભાગીદારી ખૂબ જ અગત્યપૂર્ણ બની રહેવાની છે. ત્યારે ભાવેણાવાસીઓ તેમાં બઢી ચડીને ભાગ લે અને ભારત ’માં’ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરે તે જરૂરી છે. આપણી રાષ્ટ્રભાવના આ યાત્રા દરમિયાન દેખાવાની છે ત્યારે તેમાં પાછળ ન રહેવું જોઇએ તેવો ભાવ તેમણે પ્રગટ કર્યો હતો.

તેમણે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં ’હર ઘર તરંગા’ અભિયાન યોજાઇ રહ્યું છે. ત્યારે ભાવેણાવાસીઓ પણ તેમાં ઉત્સાહપૂર્વક તે માટેનો અનુરોધ કર્યો હતો.તેમણે જિલ્લાના વિવિધ એસોસિયેશનો અને વેપારી મંડળો, મહિલા મંડળો, ઔદ્યોગિક મંડળો, સોલ્ટ એસોસીયેશનના સભ્યો જોડાય તે માટેની અપીલ કરી હતી.

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન એવી ઉજવણી થવાની છે કે જેવી વિશ્વમાં ક્યારેય ન થઇ હોય તે પ્રકારની ભવ્ય ઉજવણી ભારતભરમાં થવાની છે.

ભાવનગરમાં આગામી તા. ૧૩ મી ઓગષ્ટના રોજ નવાપરાં, વોરા બજાર, હલુરીયા ચોક અને ખારગેટ વિસ્તારમાં આ  તિરંગા યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં યોજાનાર આ યાત્રાના સારા વિચારને લઇને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને આજે સુરતથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તિરંગા યાત્રામાં પગપાળા જોડાઇને તેની શરૂઆત કરી દીધી છે તે ભાવેણા માટે ગૌરવપ્રદ ઘટના છે. ભાવનગરમાંથી જેની શરૂઆત થાય અને સમગ્ર ગુજરાતમાં તે અમલી બને તેનાથી રૂડી બીજી કઇ વાત હોઇ શકે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ભારતમાં વિવિધ ભાષા, વિવિધ પ્રાંત, વિવિધ બોલોની વિવિધતા હોવાં છતાં ભારતના આ રાષ્ટ્રીય પર્વે તેની એકતા સમગ્ર વિશ્વ જોશે તેવું અભૂતપૂર્વ આયોજન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહની રાહબરી હેઠળ થઇ રહ્યું છે.

આ ઉજવણીમાં ઉમંગ અને ઉત્સાહથી જોડાય. આ માટેના માર્ગમાં રંગોળી કરાય, રસ્તામાં લોકનૃત્યુના સ્ટેજ ગોઠવાય તે માટેની વ્યવસ્થાઓ અંગેનું માર્ગદર્શન આપતાં તેમણે કહ્યું કે, આ ઉજવણી વખતે શહેરના બાગ-બગીચાઓને રોશનીથી શણગારવામાં આવશે તેની તૈયારીઓ અંગે તેમણે ઉપસ્થિત લોકોને માર્ગદર્શિત કર્યા હતાં.

તેમણે કહ્યું કે, ભારત માં એ જનેતા પછીની બીજી જનેતા છે અને તેનો અવસર હોય તેમાં જોડાવાની અંતરમનથી ખૂશી થવી જોઇએ. આપણામાં દેશભક્તિ પડેલી જ છે. આ તો તેના પ્રગટીકરણનો અવસર છે.આ અવસર દેશના હુતાત્માઓની સહાદતને યાદ કરવાનો અને દેશ માટેના સમર્પણ ભાવ વ્યક્ત કરવાનો અવસર બની રહે તે રીતે સમગ્ર ભાવનગરના લોકો તેમાં સ્વયંભૂ જોડાય તે માટેનું આહવાન તેમણે કર્યું હતું.

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આ તિરંગા યાત્રાની તૈયારીઓની વિગત આપીને  જિલ્લામાં ૧.૭૫ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. ભાવનગરના ૧૩ વોર્ડમાં તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ૭૭ હજાર તિરંગાનું ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી વિભાવરીબેન દવે,  કેશુભાઇ નાકરાણી,  આત્મારામભાઇ પરમાર, મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા,  જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ,  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિહ સરવૈયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળીયા, શહેર ભાજપા પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, જિલ્લાના પદાધિકારીઓ, અઘિકારીઓ, વિવિધ એસોસીએશનના હોદ્દેદારો અને શહેરના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/