fbpx
ભાવનગર

‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા’ પર શનિવાર તથા રવિવારે આયોજન

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ અને રવિવાર એમ દ્વીદિવસીય ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા’  પર સાહિત્ય સંગોષ્ડીમાં આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે લોકભારતી સણોસરા ખાતે યોજાનાર ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા’ પર સંગોષ્ઠિમાં સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો જોડાશે.

પ્રથમ દિવસ શનિવાર તા.૬ સવારે ઉદ્દઘાટન સત્રમાં શ્રી ભદ્રાયુ વછરાજાની અધ્યક્ષીય વક્તવ્ય આપશે. આ સાથે શ્રી મનસુખ સલ્લા, શ્રી વિનોદ જોષી, શ્રી ઓમપ્રકાશ નાગર સાથે શ્રી વિશાલ ભાદાણી જોડાશે.

પ્રથમ સત્રમાં શ્રી સોનલ પરીખના અઘ્યક્ષ સ્થાને શ્રી ડંકેશ ઓઝા તથા મહેન્દ્રસિંહ પરમાર વક્તા તરીકે રહેશે. દ્વિતીય સત્રમાં શ્રી યજ્ઞેશ દવેના અધ્યક્ષ સ્થાને શ્રી દીપક રાવલ તથા શ્રી ધ્વનિલ પારેખ વક્તા તરીકે રહેશે. તૃતિય સત્રમાં શ્રી ભરત યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને શ્રી રાજેશ્વરી પટેલ તથા શ્રી શૈલેષ ટેવાની વક્તા રહેશે.

આ સંગોષ્ઠિના બીજા દિવસ રવિવાર તા.૭ સવારે ચતુર્થ સત્રમાં શ્રી મણીલાલ પટેલના અઘ્યક્ષ સ્થાને શ્રી કેસર મકવાણા તથા શ્રી નરેશ શુક્લ વક્તા રહેશે. પંચમ સત્રમાં શ્રી કિરીટ દૂધાતના અધ્યક્ષ સ્થાને શ્રી રાજેશ વણકર તથા શ્રી અજય રાવલ વક્તા રહેશે. જ્યારે આભાર વિધિ શ્રી દિનુભાઈ ચુડાસમા દ્વારા થશે.

આ પ્રસંગે સાહિત્ય અકાદમીના પ્રકાશનોનું પ્રદર્શન અને વેચાણ માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/