fbpx
ભાવનગર

સ્વતંત્રતા તેમજ રાષ્ટ્ર ઘડતરમાં ગુજરાતી સાહિત્યનો મોટો પ્રભાવ રહ્યો

સણોસરામાં સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલય દ્વારા ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા’ પર યોજાયેલ સંગોષ્ઠિમાં વિદ્વાન સાહિત્યકાર વક્તાઓએ આપેલ વિગતો મુજબ સ્વતંત્રતા તેમજ રાષ્ટ્ર ઘડતરમાં ગુજરાતી સાહિત્યનો મોટો પ્રભાવ રહ્યો છે. બે દિવસની યોજાઈ ગયેલી આ સંગોષ્ઠિમાં વિવિધ વિદ્વાન કવિ લેખકોના વક્તવ્યનો લાભ મળ્યો.

સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલયના આ ઉપક્રમના સમાપન દિવસે અહી ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી ટુંકી વાર્તાની ભૂમિકા’ પરનું વક્તવ્ય શ્રી કિરીટ દુધાતનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં વક્તા તરીકે શ્રી રાજેશ વણકર તથા શ્રી અજય રાવલ રહ્યા હતા. અહી શ્રી મણીલાલ પટેલના અધ્યક્ષ સ્થાને ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી નવલકથાની ભૂમિકા’ વિષે વક્તા શ્રી કેસર મકવાણા તથા શ્રી નરેશ શુક્લ દ્વારા સુંદર સંદર્ભ વિગતો રજૂ થયેલ.

આ સંગોષ્ઠિના તમામ વક્તાઓ દ્વારા સ્વાતંત્ર્ય ચળવળ સાથે સાહિત્યના સર્જનમાં થયેલા સ્વાભાવિક ભાવ પરિવર્તનનો સંદર્ભ ઉલ્લેખ સાથે ચિતાર રજૂ કરેલ અને સ્વતંત્રતા તેમજ રાષ્ટ્ર ઘડતરમાં ગુજરાતી સાહિત્યનો મોટો પ્રભાવ રહ્યો છે તે સ્પષ્ટ રીતે નિરૂપણ કરાયું.અહીંયા આભારવિધિ શ્રી દિનુભાઈ ચુડાસમાએ કરી હતી.સંકલનમાં લોકભારતી વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ભદ્રાયું વછરાજાની સાથે શ્રી વિશાલ ભાદાણી અને શ્રી સોનલબેન પરીખ, શ્રી રાજેન્દ્રભાઈ ચોટલિયા તેમજ લોકભારતી વિશ્વવિદ્યાલય પરિવાર અને વિદ્યાર્થીઓ રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/