fbpx
ભાવનગર

ભાવનગરના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની અનોખી શિવ ભક્તિ

ભાવનગર ખાતે સિંચાઈ વિભાગમાં કાર્યરત એવાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી જીગ્નેશ જોશી એક કુશળ ઇજનેર હોવાં સાથે અનોખાં અને આગવા શિવભક્ત પણ છે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવાં માટે લોકો વિવિધ રીતે શિવ ભક્તિ કરતાં હોય છે. તે જ રીતે શ્રી જીગ્નેશ જોશીએ પણ આ વર્ષે ભગવાન શિવનો મહિમા કરતાં જવલ્લે જ જોવાં મળતાં અને દુર્લભ એવાં ૧૦૮ સફેદ કમળપુષ્પોની માળા બનાવીને ભગવાન શિવને અર્પણ કરી હતી.
ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ અને પ્રેમ પ્રદર્શિત કરતાં લોકો શ્રાવણ માસમાં ભોલેનાથ શંકરને માટે ભાગે માટીના શિવલિંગ બનાવી, બીલીપત્રો, દૂધ, પાણી ચડાવીને અભિષેક કરતાં હોય છે.


આ ઉપરાંત ભગવાન શિવને રિઝવવા માટે ફૂલોની માળા પણ અર્પણ કરતા હોય છે. કમળના પુષ્પોની આ માળા મોટાભાગે ગુલાબી રંગના ફૂલોની હોય છે, પરંતુ સફેદ રંગના કમળપુષ્પ મળવા બહુ મુશ્કેલ હોય છે. આથી શ્રી જોશીએ પોતે જ ભાવનગરના જુદા- જુદા તળાવો ફંફોસીને મહા મહેનતે ૧૦૮ કમળપુષ્પો શોધ્યાં હતાં અને આ પુષ્પોની માળા બનાવીને ભગવાન શિવને પવિત્ર સોમવારે અર્પણ કરી હતી. ભારતીય પુરાણોના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી રામે રાવણ સામેના યુદ્ધ પહેલા ભગવાન શિવને પ્રસન્ન કરવાં માટે કમળથી તેમનું પૂજન કર્યું હતું.

જેનો ઉલ્લેખ શિવ ચાલીસામાં છે (સહસ કમલ મેં હો રહે ધારી ।કીન્હ પરીક્ષા તબહિં ત્રિપુરારી ॥એક કમલ પ્રભુ રાખેઉ જોઈ ।કમલ નયન પૂજન ચહં સોઈ ॥).
આ ઉપરાંત શ્રી જોશી દ્વારા શ્રાવણ માસ દરમ્યાન બધાં દિવસોએ અલગ- અલગ પ્રકારના અભિષેક કરીને શિવનું પૂજન કરવામાં આવે છે જેઐ (૧) કપિલા ગાયનું દૂધ,(૨) ચંદનવાળું જળ,(૩) અષ્ટગંધવાળું જળ,(૪) ગાયનું ઘી,(૫) મધ,(૬) સાકરવાળું જળ,(૭) ચોખા આખા ,(૮) મગવાળું જળ,(૯) ચણાની દાળ,(૧૦) ગંગાજળ,(૧૧) અત્તરવાળું જળ,(૧૨) ગુલાબ જળ,(૧૩) કાળા તલ લાય,(૧૪) અડદવાળું જળ (૧૫) કેસરવાળું જળ,(૧૬) રક્તચંદનવાળું જળ,(૧૭) સફેદ ચંદનવાળું જળ,(૧૮) ધરો-દૂર્વાવાળું જળ,(૧૯) દાભળો દર્ભવાળું જળ ,(૨૦) સરસવનું તેલ,(૨૧) જવ-ડાંગરવાળું જળ (૨૨) સુગંધી તેલ,(૨૩) દહીંનો અભિષેક,(૨૪) શેરડીનો રસ (૨૫) ત્રોફાનું જળ,(૨૬) દળેલી હળદર,(૨૭) આમળાનો રસ(૨૮) દ્રાક્ષનો રસ (૨૯) દાડમનો રસ (૩૦) શમીપત્ર (૩૧) આંકડો (૩૨) કરેણનો સમાવેશ થાય છે.


સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આ ચીજ વસ્તુઓ ભગવાન શિવને સમર્પિત કરવાનો તેમનો સંકલ્પ છે. ગત વર્ષે પણ શ્રી જોશીએ ૧૦૮ ધતુરાના પુષ્પના ફળ જુદી- જુદી જગ્યાએથી શોધીને ભગવાનશ્રી શંકરની માળા બનાવી અર્પણ કરી હતી. તેમના જણાવ્યાં મુજબ તેમના માતૃશ્રી ગાયત્રીબેન જ્યારે નાના હતાં, ત્યારે ૧૦૮ માટીના શિવલિંગ બનાવી શિવજીને અર્પણ કરતા હતા તેમાંથી પ્રેરણા લઈને તેઓ આ કાર્ય કરી રહ્યાં છે.


તેઓ આવતાં સોમવારે ૧૦૦૮+૧૦૦૮=૨૦૧૬ ગુલાબના પુષ્પોની માળા બનાવી ભગવાન શિવને અર્પણ કરવાના છે. ભગવાન શિવને પ્રસન્ન કરવાના આ અદભુત કાર્ય સાથે ચાલો આવો.. આપણે પણ તેમની સાથે બોલીએ…. ઓમ નમઃ શિવાય… ઓમ નમઃ શિવાય….

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/