fbpx
ભાવનગર

‘આઝાદીના અમૃત મહોત્સવ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવા માટે મહુવા સજ્જ

ચાલુ વર્ષે સમગ્ર દેશ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરી રહ્યો છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી મહુવા ખાતે થનાર છે.આ ઉજવણીની ભવ્ય તૈયારીઓ મહુવા ખાતે થઈ રહી છે અને આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા માટે મહુવા તાલુકો સજ્જ બન્યો છે.’આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ઉમંગના અવસરે મહુવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ‘ઘર તિરંગા અભિયાન’ તથા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ ને લઈને એક ઓડિયો-  વિઝ્યુઅલ ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે.

જેમાં વિશ્વવંદનીય સંતશ્રી મોરારીબાપુ, વિશ્વભરમાં ખ્યાત સાહિત્યકારશ્રી માયાભાઈ આહીર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવીને જાણે દરેક નાગરિકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનું ઈજન આપી રહ્યાં હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.તો આ પ્રસ્તુતિમાં ભાવનગરનો દરિયા કિનારો, તાલુકા સેવા સદન, બગડ ડેમ, માલણ ડેમ, જિલ્લાના બંધારા, સરકારી બિલ્ડિંગો, ભગુડા મોગલ ધામ, ભવાની બીચ, બગદાણા મંદિર, ભગતજી મંદિર, મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બોચાસણ અક્ષર પુરુષોત્તમ મંદિર, પીંગલેશ્વર મહાદેવ…

આ તમામ જગ્યાઓએ ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવાં મળી રહ્યો છે અને એ જાણે ઇજન કરી રહ્યો છે કે, આવો અને સૌ સાથે મળી ભારતની આઝાદીના અમૃત પર્વને સૌ સાથે મળીને સૌના-સાથ, સૌના -વિકાસ, સૌના વિશ્વાસ સાથે ભારત માતાને વિશ્વના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરવાં માટે સહિયારો પુરુષાર્થ આદરીયે ભારતમાં માટે મરી ફિટવા કટિબદ્ધ બનીએ..જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ પણ આઝાદીના અમૃત પર્વે ભારતીય સ્વાધિનતાના પ્રતિક એવાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવવા માટે જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/