fbpx
ભાવનગર

વિભાવરીબેન નું નવું વિશિષ્ટ આયોજન , ”માવતર ની સામુહિક બળચોથ”

માવતર સંસ્થા દ્વારા કંઈક નવું જ આયોજન થતું હોય છે, જેમાં સિનિયર સીટીઝન વડીલ માવતરને અનેક રીતે આનંદમાં રાખવા, સાચવવા અને તેમને યુવાનો જે ઉત્સવ ઉજવે એવા ઉત્સવો પોતાની ઉંમરના લોકો સાથે ઉજવવા મોકો આપતો હોય છે.


યુવાનો સાથે ગરબે રમતા વડીલોને સંકોચ થાય એમની સ્પીડમાં રમી નહિ શકીએ એવો ભય હોય છે અને મોડી રાત્રીના આયોજનોમાં ખૂબ લાઇટિંગના કારણે એમને પ્રશ્ન થતા હોય છે માટે ”માવતર ગરબા” નું આયોજન થાય, વળી યુવાનીમાં રંગે રમવાની મજા હોય છે, તો એનાથી વધુ મજા મોટી ઉંમરે હોળી
રમવાની હોય તો હોળીમાં રંગે રમવા ”માવતર રંગોત્સવ” યોજાય છે વર્ષોથી આવા આયોજનો થાય હવે વિભાવરીબેન નવું જ લઈ આવ્યા છે માવતરની સામુહિક બળચોથ”.


બળચોથ એટલે આપણી ધાર્મીક પરંપરા મુજબ શ્રાવણ માસના વદ ચોથના દિવસે ઘરમાં મહિલાઓ વિશિષ્ટ રીતે કરી ઉજવે જેમાં દરેક ઘરે બહેનો બાજરાના રોટલા અને મગ જ ખાવાના પણ એમાં કશું ખાંડવાનું કે છરીથી કાપવાનું નહિ એવું જ ખાવાનું હોય, માવતર સંસ્થા દ્વારા ગયા વર્ષે કોવિડના કારણે અલગ
અલગ પાંચ થી સાત જગ્યાએ આવી સામુહિક બળચોથ કરેલ. જ્યાં દરેક સ્થળે ર૦૦ થી રપ૦ બહેનોએ સામુહિક બળચોથનો લાભ લીધેલ, પણ આ વર્ષે બધાને એક જ સ્થળે આ સામુહિક બળચોથનું આયોજન કરેલ છે, અહીં નિ:શુલ્ક રીતે બળચોથ ઉજવવાની છે, ગાય વાછરડાની પૂજા વાર્તા સાથે સત્સંગ અને મોટા સ્ક્રીન પર પિક્ચરમાં યાત્રા કરાવાશે.


સવારે ૯:૩૦ થી સાંજના ૪ વાગ્યા સુધી વડીલો મજા કેરશે આ વર્ષે ૧પ ઓગસ્ટ સોમવારના રોજ બળચોથ છે, આથી આમાં ભાગ લેવા માંગતા વડીલોએ પોતાના નામ મોબાઈલ નંબર સાથે માવતર કાર્યાલય અસ્તવિનાયક કોમ્પ્લેક્ષ, મધવદર્શન સામે નામ નોંધાવી જવા જેમની પાસે માવતરનું કાર્ડ હોય એ કાર્ડ સાથે લાવે કાર્ડના હોય એ ઉંમરના આધાર સાથે તારીખ ૧ર મી કે ૧૩ મી પહેલા શનિવાર સુધીમાં નામ નોંધાવી જાય વહેલા તે પહેલાના ધોરણે નામ લખાશે હોલ કે વ્યવસ્થાની કેપેસીટી પુરી થયા બાદ નામ નોંધાવી શકાશે નહીં.સામુહિક લગ્નલ જનોઈલ જેવા પ્રસંગ થતા હોય પણ વડીલો માટે સામુહિક બળચોથનું આયોજન આખા એ ગુજરાતમાં કયાંય થતું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/