fbpx
ભાવનગર

નાની જાગધાર ગામે પ્રાથમિક શાળામાં પ્રાર્થના હોલનું લોકાર્પણ કરતાં આર.સી.મકવાણા

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર.સી મકવાણાએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નાની જાગધાર ગામે પ્રાથમિક શાળામાં નવનિર્મિત પ્રાર્થના હોલનું આજે સાંજે લોકાર્પણ કર્યું હતું.

મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શાળાઓની માળખાકીય સુવિધાઓમાં વ્યાપક સુધારાઓ કરવામાં આવ્યાં છે. એક સમયે તનળીયાવાળી જોવાં મળતી સ્કૂલો આજે ધાબાવાળી અને સુંદર બાંધકામવાળી જોવાં મળી રહી છે.

આજે તૈયાર થયેલ પ્રાર્થના હોલનો ચોમાસા જેવી ઋતુમાં મધ્યાહન ભોજન જમાડવા બાળકો માટે પણ ઉપયોગ થઈ શકશે.તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે, જો તમે જાગૃત થશો, તો તમને જગતમાં કોઈ હરાવી શકશે નહીં. ચોપડીના બે પૂંઠા સિવાય પણ જગત ઘણું મોટું છે. તેથી દેશ અને દુનિયાના જ્ઞાનથી પણ અવગત થવાની જરૂરિયાત તેમણે આ અવસરે સમજાવી હતી.

તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે, જીવનમાં લક્ષ્ય ઊંચું રાખો અને તેને મેળવવા માટે મચી પડો તો કોઈપણ પ્રકારનું સ્વપ્ન સાકાર કરવાનું તમારા માટે ખૂબ સરળ થઈ જશે.તેમણે દીકરીઓના શિક્ષણ, અભ્યાસ અને જીવન પ્રગતિ વિશેની વાત પણ વિસ્તૃત રીતે રજૂ કરી હતી.આ પ્રાર્થના હોલના લોકાર્પણ અવશરે નાની જાગધાર ગામના સરપંચશ્રી, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/