fbpx
ભાવનગર

ગારીયાધાર ખાતે તિરંગા પદયાત્રાનું  આયોજન

“આઝાદી કા અમૃત મહોત્સવ ” અને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ,  ગારીયાધાર ખાતે કાર્યરત એન.એસ.એસ. યુનિટ અને સપ્તધારાની યોગ, વ્યાયામ અને ખેલકૂદ ધારાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ‘હર ઘર તિરંગો’ ફરકાવવામાં આવે તે વિશેની જાગૃતિ ફેલાવવાના હેતુથી Walk for Tiranga ( તિરંગા પદયાત્રા ) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રામાં એન.એસ.એસ.ના સ્વયં સેવકો,  વિદ્યાર્થીઓ અને સ્ટાફ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઇ તિરંગા સાથે એમ. ડી. પટેલ હાઈસ્કૂલથી નીકળી મામલતદાર કચેરી સુધી “જય હિન્દ”, “ભારત માતાકી જય”, “વંદેમાતરમ” ના નારા સાથે  પદયાત્રા કરી હતી.આ તિરંગા પદયાત્રાને સફળ બનાવવામાં  સ્થાનિક લોકોનો ખકબજ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

તેમજ એન.એસ.એસ. સ્વયં સેવકો, તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સમગ્ર યાત્રાને સફળ બનાવી હતી.આ પદયાત્રામા આશરે ૧૧૦ વિધાર્થીઓ જોડાયાં હતાં. સમગ્ર પદયાત્રાનું આયોજન સંસ્થાના આચાર્યશ્રી ડો. હસમુખ પટેલ તેમજ કાર્યકારી આચાર્યશ્રી એન. બી. ખાચરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો. ભાવેશ ડી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ડો. પરમારે  આ તિરંગા પદયાત્રાને સફળ બનાવવામાં સાથ અને સહકાર આપનાર તમામનો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/