fbpx
ભાવનગર

પોલીસ બેન્ડ, પોલીસ બાઇક, વિદ્યાર્થીઓ, ડોકટર્સ, ઉદ્યોગકારો, શહેરનાં શ્રેષ્ઠીઓએ તિરંગા યાત્રામાં હર્ષ ભેર જોડાયાં

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ યાત્રામાં ભાવનગર ખાતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં જોડાઈને ભાવેણાવાસીઓ દેશભક્તિનાં રંગે રંગાયા હતાં.

દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવા નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન હેઠળ દેશભરમાં યોજાઇ રહેલાં “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ યાત્રા શહેરના માર્ગો જેવાં કે, હલુરીયા ચોક, ખારગેટ, નવાપરા વિસ્તારમાં કરીને પરત એ.વી. સ્કૂલ આવી હતી. આ યાત્રામાં ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ડેપ્યુટી મેયર શ્રી કૃણાલભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, કલેકટરશ્રી યોગેશ નિરગુડે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસવાળા શ્રી ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી બી.જે. પટેલ,  શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/