fbpx
ભાવનગર

નિરમા લિમિટેડના સૌજન્યથી ભાલ વિસ્તારના ગણેશગઢ ગામનાં ૨૧૫ ગ્રામજનોની  આરોગ્ય તપાસ કરાઈ

નિરમા લિમિટેડના સૌજન્યથી ભાલ વિસ્તારના ગણેશગઢ ગામનાં ૨૧૫ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ તથા ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાઘ-બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડિકલ વેનના વિશેષ ઉપયોગથી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની ઉણપની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકો તથા ’બાળ આરોગ્ય સૂત્ર’ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, શ્રી રમેશભાઈ પરમાર, શ્રી રેખાબહેન ભટ્ટ, શ્રી નીર્મોહીબહેન ભટ્ટ,  શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લિમિટેડના એડ્મીન ઓફીસનાં શ્રી યોગેશભાઈ રામાનુજ અને ગામનાં સરપંચશ્રી નાથાભાઈ તથા આચાર્યશ્રી હિરેનભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ અને શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન ઘોઘા ભાલ વિસ્તારના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસના લક્ષ્યાંકને સાર્થક કરતાં શિશુવિહાર ટીમના ચીફ કો-ઓર્ડિનેટરશ્રી હીનાબહેન ભટ્ટ તથા એગ્રોસેલના સી.એસ.આર.  સંયોજકશ્રી વિશાલભાઈ મિશ્રા સક્રિય માર્ગદર્શન આપી ગ્રામ્ય સ્વાસ્થ્યની કાળજી લઈ રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/