fbpx
ભાવનગર

અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ પુરજોશમાં  નિમિતમાત્ર યજમાન વી.ટી. પરિવારનું આયોજન

એક તરફ દરિયાદેવ બીજી બાજું માતાજીના બેસણાં અને ત્યાં રામકથાનું ગાન, આ દ્શ્ય પહેલી વખત આકારિત થશે અને તે ઘટના બનશે મહુવાના ભવાની મંદિરે‌ આગામી 24 -9 -22થી શરૂ થનારી રામકથામાં.પુ. મોરારીબાપુ નવરાત્રીમાં માતાજીનું અનુષ્ઠાન રામકથાના માધ્યમથી વિવિધ શક્તિ સ્થાનકોમાં કરતાં હોય છે.ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન આ લાભ મહુવાને આંગણે સંપન્ન થવાનો છે.મહુવા પાસે આવેલ અતિ પ્રાચીન અને ભવ્ય ભવાની મંદિરના પ્રાંગણમાં 24 -9 -22 થી 2 -10 -22 સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામચરિત માનસના કથા ક્રમમાં 904મી આ કથા મહુવાની 14માં નંબરની કથા હશે. દેશ-વિદેશમાંથી આવતાં કથા પ્રેમીઓ માટે ભોજન, ભજનની સુચારું વ્યવસ્થા ગોઠવાઈ તે માટે નિમિતમાત્ર યજમાન વી.ટી પરિવાર કરી રહ્યોં છે.આ કથાના આયોજન અંગે વાત કરતાં નિમિતમાત્ર પરિવારના શ્રી ચીમનભાઈ વાઘેલાએ કહ્યું કે હું માત્ર આ કથાનો નિમિત બન્યો છું. કથાના વિશાળ અનુભવને કારણે મને આટલું મોટું આયોજન સુચારું રીતે સંપન્ન કરવાનો જરાય થાક લાગતો નથી. અત્રે યાદ રહે કે વી. ટી.પરિવારે આ સિવાયની લગભગ સાત કથાઓના યજમાન બનીને રામકથાના શ્રવણનો ઉત્તમ લાભ જગતને પ્રદાન કરાવડાવ્યો છે.     

સાવ સમુદ્ર કિનારે લગભગ 20 દિવસ સુધી વિવિધ પ્રકારની મશીનરીથી મેદાન તૈયાર કરીને સવા લાખ ચોરસ મીટરનો સમિયાણો કથાશ્રવણ માટે ઉભો કરવામાં આવ્યો છે.બાપુને વ્યાસગાદીથી સીધા જ માતાજીના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નજીકમાં  રામપ્રસાદની વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રહેશે.કથામાં આવન જાવન માટે એકમાર્ગીય રસ્તા બનાવવામાં આવશે.છેલ્લાં એક મહિનાથી આ આયોજનમાં અનેક સ્વયંસેવકો અને યજમાન પરિવાર જોતરાયેલો છે.પુ. બાપુની 903 મી કથા ઝાંઝીબારમાં આફ્રિકા ખાતે પૂરી થશે અને બાદમાં મહુવાના માતાજીના આંગણે આ અનુષ્ઠાન કરવાનો અવસર મહુવા ને આસપાસની જનતાને મળ્યો છે, તે તેના સદભાગ્ય ગણી શકાય.મહુવાના સૌ નગરજનોએ તાજેતરમાં એક બેઠકનું આયોજન કરીને યજમાન પરિવારને સંપૂર્ણ મદદ કરવા હૈયાધારણ આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/