fbpx
ભાવનગર

ભાવનગરમાં ગણપતિ દેવની ડીજેના તાલે શોભાયાત્રા નીકળી

ભાવનગર શહેરમાં શહેરમાં મોટા આયોજકો દ્રારા ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો છે, સમગ્ર જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાનું ડીજેના તાલે વાજતે ગાજતે આગમન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં પધારી રહેલા ગણપતિ બાપ્પાને આવકારવા માટે મોટી સંખ્યામાં નગરવાસીઓ ઉમટી પડ્યા હતા. શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલ મહાકાળી માતાજી મિત્ર મંડળ દ્રારા રાત્રે ગણપતિ બાપ્પાના રસ્તેથી શોભાયાત્રા કાઢી ડીજેના તાલે નાચગાન સાથે ભક્તો પોતપોતાના સ્થાપન પંડાલ સુધી લાવ્યા હતા.

આજથી બાપ્પાના આગમનને લઈ ભક્તોમાં ભારે આનંદ ઉલ્લાસ જાેવા મળી રહ્યો છે. આ યાત્રામા મોટા લાઇટિંગ, ડીજે. ઢોલ નગારા, લેઝીમ, પાલખી, બગી, બેન્ડ, જેવા વાજિંત્રો સાથે બાપાની આગમન યાત્રા નિકળી રહી છે.’ગણપતિ આયો બાપ્પા… રિદ્ધિ સિદ્ધિ લાયો…’ના નાદ સાથે શહેરમાં વિધ્નહર્તાનું ભવ્ય આગમન થયું હતું. ભાવનગર જિલ્લામાં ગણપતિ બાપ્પાનું આનંદ ઉલ્લાસ ભેર આગમન ભક્તોમાં અનેરો ઉત્સાહ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/