fbpx
ભાવનગર

અંબાજી નજીક થયેલ અકસ્માતમાં પ્રાણ ગુમાવનારાઓને મોરારીબાપુની સહાય

ભાદરવી પૂનમ ના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો માઅંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના માલપુર નજીક ગઈકાલે રસ્તે જતા દાહોદ અને પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને એક ઇનોવા ગાડીએ હડફેટે લીધા,  જેમાં છ પદયાત્રીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનામાં અન્ય યાત્રીઓ ઘાયલ પણ થયા છે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનાર છ પદયાત્રીઓને પૂજ્ય મોરારીબાપુ તરફથી શ્રી હનુમાનજી ની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજાર ની સહાય મોકલવામાં આવી રહી છે. કુલ ૩૦ હજાર રૂપિયાની આ રાશિ અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/