fbpx
ભાવનગર

પરવડી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી

ગારીયાધાર તાલુકાની પરવડી બ્રાન્ચ શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીયશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે આજે પરવડી બ્રાન્ચ શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

        સૌ પ્રથમ પ્રાર્થના સભામાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો કે જેઓ શાળાના શિક્ષકો બની અલગ – અલગ વિષયોનું વિષય શિક્ષક તરીકે સુંદર શિક્ષણ અધ્યાપનનું કામ કર્યું હતું.

        આમ, બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આજે સુંદર શિક્ષણ કાર્ય કરી આનંદની લાગણી અનુભવી હતી. જેમાં શાળાના શિક્ષક પરિવાર દ્વારા  શિક્ષકો બનેલ વિદ્યાર્થીઓ કે જેઓએ આજના દિવસે શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું તેવાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યાં હતાં. 

        શિક્ષક દિવસની ઉજવણીમાં શાળાના જ બાળકો શિક્ષક બની સુંદર મજાનું શિક્ષણ કાર્ય કરતાં હોય, ત્યારે શાળાનું વાતાવરણ શિક્ષણમય બની ગયું હતું.

        શિક્ષક દિવસ નિમિત્તે શાળાના આચાર્ય તરીકેની જવાબદારી શ્રી રતનબેન બારૈયા તથા ઉપ-આચાર્ય તરીકે શ્રી તમન્નાબેન મકવાણાએ જવાબદારી નિભાવી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલાઓ હવે કોઇપણ ક્ષેત્રમાં પાછળ નથી તેનું ફરીથી એકવાર આ નાના એવાં ગામની દિકરીઓએ શાળાનું સુકાન સંભાળીને આપ્યું હતું.

        શિક્ષક દિનની ઉજવણીમાં શિક્ષક બનેલ તમામ શિક્ષકોને શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર જી. હિરાણી દ્વારા પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.         શિક્ષક દિવસની ઉજવણીનો કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી ડાહ્યસંગ પી. મકવાણાના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીએ જણાવ્યું કે, આજે જગતમાં લીડરશીપની કમી છે. બાળકો અત્યારથી આ રીતે આગળ આવે તે જરૂરી છે. શિક્ષક બનવાથી તેમનામાં એક આત્મવિશ્વાસનો સંચાર થાય છે. આ ઉપરાંત બાળકો તેમના અભ્યાસ પ્રત્યે સભાન બને છે. તેઓમાં વકૃત્વ કળાની ખીલવણી થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/