fbpx
ભાવનગર

શિક્ષક એ બાળકનું ભવિષ્ય ધડનાર શિલ્પકાર છે :સાંસદ ભારતીબેન શિયાળ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સહકાર રાજ્યમંત્રીશ્રી તથા પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને શહેરના સરદાર પટેલ શૈક્ષણિક સંકૂલ, કાળીયાબીડ ખાતે યોજાયો હતો.

        આ પ્રસંગે કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે વ્યક્તિ ગમે તેટલો મોટો માણસ બની જાય પણ તેના જીવનમાં શિક્ષકનું મહત્વ ખૂબ જ રહેલું છે શિક્ષકનું સ્થાન જીવનમાં સરાહનીય અને અતુલ્ય છે    

        આ તકે સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ગુરૂનું સ્થાન જીવનમાં ખૂબ જ મહત્વનું રહેલું છે ગુજરાતનાં શિક્ષકો ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે શિક્ષક એ બાળકનું ભવિષ્ય ધડનાર શિલ્પકાર  છે. શિક્ષકો સાથે વિધાર્થીઓ ઇમોશનથી જોડાયેલા હોઈ છે ત્યારે શિક્ષકોએ સંવેદન અભિગમ રાખી બાળકોની જિજ્ઞાસા સંતોષવાની છે.

        સહકાર રાજ્યમંત્રીશ્રી તથા પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે માતા-પિતાને શિક્ષક ની અંદર બાળકનું સિંચન કરનારા ભગવાન દેખાય છે ત્યારે શિક્ષકો માટે કોઈ એક દીવસ નહીં પરંતુ દરરોજ શિક્ષક દીવસ ઉજવવો જોઈએ. દેશના સર્વાંગી વિકાસ અને શ્રેષ્ઠ સમાજ રચનામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. સફળતા પછી પણ આજીવન વિધ્યાર્થીઓના જીવનમાં ગુરુનું સ્થાન શ્રેષ્ઠ રહેલું છે

        વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે દેશના શિક્ષકોને ગૌરવ પ્રદાન કરવાના હેતુસર સરકાર દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન બારડ રમેશભાઈ – શ્રી કુંભણ કેંદ્રવર્તી શાળા, શ્રી મકવાણા પ્રવીણભાઈ – શ્રી નાના ખૂંટવડા પ્રાથમિક શાળા, ડો. પ્રકાશભાઇ રાઠોડ – શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, શ્રી મેહુલભાઈ ભાલ – શ્રી પાલિતાણા હાઈસ્કૂલ, શ્રી મુકેશકુમાર વાઘેલા- શ્રી અવાણીયા કુમાર પ્રા. શાળા, શ્રી નાવર હિનાબેન – શ્રી ભાદ્રોડ કે. વ. શાળા, શ્રી ભટ્ટી શિતલબેન – કુંભણ કેંદ્રવર્તી શાળા, શ્રી મેર પરેશભાઈ – શ્રી ધારુકા કેંદ્રવર્તી શાળા

        કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના ૮ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા તેમજ ધો. ૫,૬ અને ૭ માં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ૧૪ વિધ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધો. ૧૦ અને ધો. ૧૨ માં સારું પરિણામ લાવનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નરશ્રી એન. વી.  ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, ભા. જ. પ. શહેર અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડયા, શિક્ષણ સમિતિનાં ચેરમેન શ્રી કમુબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શિશિરભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે. વી. મિયાણી, પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો, નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/