fbpx
ભાવનગર

કેળવણીકાર, લેખક, સંગીતજ્ઞ મૂળશંકર મો. ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વાર્તાકથનનો કાર્યક્રમ યોજાયો

લોકભારતી સણોસરામાં કેળવણીકાર, લેખક, સંગીતજ્ઞ શ્રી મૂળશંકર મો.ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત વાર્તા કથન દ્વારા શ્રી પાર્થેશ પંડ્યાએ વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓને સાહસિકોની સૃષ્ટિમાં જોડ્યાં હતાં.

        કેળવણીકાર, લેખક, સંગીતજ્ઞ એવાં ગાંધીવિચારના મર્મજ્ઞ વત્સલ ગૃહપતિ શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત ૧૬ માં મણકાનું વ્યાખ્યાન લોકભારતી, સણોસરા ખાતે યોજાયું હતું.

        વાર્તા કથન દ્વારા શિક્ષણ તાલીમ નિષ્ણાત શ્રી પાર્થેશ પંડ્યાએ શ્રોતા, વિદ્યાર્થી, કાર્યકરોને સાહસિકોની સૃષ્ટિમાં જોડ્યાં હતાં.

        ‘મૂ.મો.ભટ્ટની કૃતિ : સાહસિકોની સૃષ્ટિ’ વાર્તા સ્વરૂપે રજૂ કરતા શ્રી પાર્થેશ પંડ્યા દ્વારા દરિયા, જંગલ, ટાપુ, તોફાન, આફત, આશા, ઉત્સુકતા સાથે ઋતુ વિજ્ઞાન અને ભૂગોળના સંયોજનમાં સૌને રોમાંચ અને સાહસમાં જોડાયાનો અનુભવ કરાવ્યો હતો. તેઓએ સફળ વાર્તાકાર શ્રી દિપકભાઈ મહેતા અને શ્રી હસિતભાઈ મહેતાના વાર્તા કથનનું સ્મરણ પણ કર્યું હતું.

        શ્રી હસમુખભાઈ સુથારે આવકાર ઉદબોધન સાથે વક્તા શ્રી પાર્થેશ પંડ્યાના પરિચયમાં શિક્ષણ સાથે જીવનમાં સતત પ્રયોગશીલ પ્રતિભા ગણાવી હતી. આભારવિધિ શ્રી મહેન્દ્રસિંહ પરમારે કરી હતી. કાર્યક્રમ સંચાલન શ્રી પૂજાબેન પુરોહિતે કર્યું હતું.

        અંતમાં આ પ્રસંગે શ્રી દર્શનાબેન વિક્રમભાઈ ભટ્ટ દ્વારા મોકલાયેલ ધ્વનિ મુદ્રિત રચના ગાન ‘આવો આવો રે ગિરધર…’ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

        લોકભારતીના સારસ્વત ભવન ખાતે આ પ્રસંગે મંચપીઠ પર સાહસકથા લેખક શ્રી જૂલે વર્નની શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ દ્વારા અનુવાદિત કૃતિ પુસ્તક ‘સાહસિકોની સૃષ્ટિ’  ખૂબ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી હતી.

        આ પ્રસંગે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ શ્રી પાર્થેશ પંડ્યાનું ચાદર વડે અભિવાદન કર્યું હતું.

        લોકભારતીના શ્રી હસમુખભાઈ દેવમુરારી, ગ્રામદક્ષિણામૂર્તિના શ્રી સૂરશંગભાઈ ચૌહાણ અને કાર્યકરો સાથે આંબલા, માઈધાર તથા ઢેઢુકી સંસ્થાના વિદ્યાર્થીઓ અને બાળકો જોડાયાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/