fbpx
ભાવનગર

ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સવા ઈંચ વરસાદ ખાબક્યો

ભાવનગરમાં રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા એટલા ભયાનક હતા કે રાત્રીના સમયે સુતેલા લોકો અચાનક જાગી ઉઠ્‌યા હતા અને અચાનક જ જાેરદાર પવનના સુસવાટા સાથે વાતાવરણ એકાએક પલટો આવ્યો હતો અને શહેરમાં ધોધમાર સવા ઈંચ વરસાદ વરસ્યો હતો, ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ૩૫ ડીગ્રી ઉપર તાપમાનનો પારો રહેતા લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા હતા, અને રાત્રીના એકાએક વાતાવરણમાં પલટો આવતા જાેરદાર પવન અને સતત વીજળીના કડાકા ભડાકા સાથે ઘોઘમાર વરસાદ વરસ્યો હતો અને વીજળીના એટલા મોટા અવાજ ના કારણે લોકો ભયભીત થયા હતા.

ભાવનગર શહેરમાં ત્રણ દિવસ અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું અને લોકો બફારાથી ત્રસ્ત થયા હતા રાત્રીના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે ભાવનગરમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાય ગયા હતા, હજુ જાેવે ભાવનગર શહેરમાં જાેવે તેટલો વરસાદ વરસ્યો નથી, વરસાદ વરસતા થોડાંક અંશે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત થઈ હતી. શહેરમાં વરસાદ બાદ ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે લોકો પરેશાન થયા હતા, જાે,કે વીજ સેન્ટરના ફોન સતત વ્યસ્ત રહ્યા હતા,

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/