fbpx
ભાવનગર

કપાયેલાં હોઠ અને તૂટેલાં તાળવાનું સફળતાપૂર્વક નિઃશૂલ્ક ઓપરેશન કરાવી બાળકના સ્મિતનું કારણ બનતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

રાજ્ય સરકાર દ્વારા બાળકના જન્મથી મળીને તે મોટું થાય ત્યાં સુધી અનેક કાર્યક્રમો દ્વારા તેના આરોગ્યની ચિંતા કરી કાળજી લેવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ છે ’રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’.. જે અંતર્ગત ભાવનગરના ઘોઘા ગામમાં બે વર્ષના બાળકના કપાયેલા હોઠ અને તૂટેલાં તાળવાનું સફળતાપૂર્વક ઓપરેશન કરાવી બાળકના સ્મિતનું કારણ ’રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ બન્યો છે.

વાત જાણે એમ છે કે, ઘોઘા ગામના બે વર્ષના હિત યોગેશભાઇ ભૂતૈયાના હોઠ નાનપણથી કપાયેલાં હતાં. આ ઉપરાંત તેનું તાળવું પણ મોં ની અંદરથી તૂટેલું હતું. જેથી તેને બોલવામાં તકલીફ પડતી હતી. આ સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.પરંતુ સરકારના ’રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ હેઠળ તેની નિઃ શૂલ્ક સફળ સર્જરી થતાં તે ફરીથી સ્વસ્થ બન્યો છે. તેના ચહેરા પરથી વિલાઇ ગયેલું ’હિતનું સ્મિત’ પરત ફર્યું છે.

બહાર આ ઓપરેશન કરાવવાં જાય તો ઓછામાં ઓછો રૂા. ૨ લાખનો ખર્ચ થાય તેને બદલે આ ઓપરેશન પી.એન.આર. સોસાયટીના સહયોગથી ભાવનગરમાં જ નિઃશૂલ્ક કરી આપવામાં આવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે, ૨ વર્ષના હિતને બોલવામાં પડતી તકલીફને લઇને તેના પિતાશ્રી યોગેશભાઇ ભૂતૈયા તેને સ્થાનિક દવાખાને બતાવાં લઇ ગયાં જ્યાં તેને તૂટેલાં હોઠ સાથે તાળવાની તકલીફ જણાલ આવી હતી. આથી,  હિતનું સંદર્ભ કાર્ડ ભરીને ભાવનગરમાં પી.એન.આર. સોસાયટી દ્વારા દર મહિનાની તા. ૧ થી ૫ વચ્ચે યોજાતાં કેમ્પમાં નિષ્ણાંત તબીબીની સલાહ લેવાં માટે જણાવવામાં આવ્યું હતું.

જેથી હિતના પિતાજી યોગેશભાઇએ નિષ્ણાંત તબીબોને બતાંવતાં ઓપરેશન કરવાની સલાહ આપી હતી. અને આ માટેનો સમય આપી તેનું ઓપરેશન કરી આપ્યું હતું. આ ઓપરેશન બાદ હિત અન્ય સામાન્ય બાળકની જેમ જ પ્રતિભાવ આપતો થઇ ગયો હતો.આમ, ’ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને લીધે ઘોઘાનો હિત ફરીથી ખેલકૂદ કરવાં માટે યોગ્ય બની ગયો છે.આ અંગેની આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની જાણકારી જો છેવાડાના માનવી સુધી પહોંચે તો તેના મીઠા ફળ મળતા હોય છે. જે લોકોને આરોગ્ય સારવાર સુધીની પહોંચ નથી. ત્યાં સુધી આરોગ્ય સારવાર પહોંચે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

યોગેશભાઇએ પણ પોતાના બાળક હિતનું આ રીતે ’હીત’ સાચવવાં માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે, નાણાના અભાવે કેટકેટલાંય મારા જેવાં બાળકો આવાં કાર્યક્રમો દ્વારા સાજા થયાં હશે તેમ તેમણે ગળગળાં સ્વરે નમ્રતાની ભાવના સાથે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણીકુમાર, આર.સી.એચ.ઓ. ડો.કોકિલાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શાળા આરોગ્ય કાર્યક્રમના વિપુલભાઈ ગોંડલીયા અને જીતેન્દ્રભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે.ની ટીમ કામ કરી રહી છે.

આ સાથે ભાવનગર ઘોઘા બ્લોકના તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઈ લાખાણીની સમયસૂચકતાને કારણે ઘોઘા ગામના બે વર્ષના હિતને જન્મજાત તાળવાની તકલીફમાંથી મુક્તિ અપાવી છે.શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ડો. મુબારકભાઈ ચોકીયા, ડો. શ્રી ખેતાબા સરવૈયા દ્વારા બાળકની તપાસણી કરીને આ અંગે વાલીને સમજાવ્યાં હતાં અને ત્યારબાદ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન ભાવનગરમાં નિઃશૂલ્ક થાય છે તે માટે સંદર્ભ કાર્ડ કાઢી આપી મોકલી આપી તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે.

મુશ્કેલીવાળા આ પરિવારને આ કાર્યની સફળતા અને બાળકના મુસ્કાનનું કારણ બનવાં માટે હીતના વાલીશ્રીઓએ રાજ્ય સરકારશ્રીનો આભાર માન્યો હતો. ટીમની સુંદર કામગીરી બદલ તાલુકા ઘોઘા ભાવનગરના ડો. સુફિયાનભાઈ લાખાણી તાલુકા સુપરવાઇઝરશ્રી મંધરાભાઈ, શ્રી અનિલભાઈ પંડિત, શ્રી પોપટાણીબેન ભારતીબેન દ્વારા આ ઓપરેશન માટેની જરૂરી મદદ કરી હતી. આમ, સમગ્ર જિલ્લાની આરોગ્ય ટીમને કારણે ગરીબ પરીવારના દીકરા હીતનું ખરેખર ’હીત’ જળવાઇને તેને તેનું સાચું બાળપણ પાછું મળ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારની સંવેદનશીલતાનો તેમાં સરવાળો થાય ત્યારે તેને હિતને મળ્યાં તેવાં ફળ મળતાં હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/