fbpx
ભાવનગર

વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ ભાવનગર જિલ્લાને આપશે

આગામી નજીકના સમયમાં વડાપ્રધાનશ્રી ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારવાના છે. તેને ધ્યાને લઇને આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ એક બેઠક યોજી હતી.

        આ બેઠકને સંબોધતાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આભાને અનુરૂપ સ્વાગત નાવિન્યપૂર્ણ સ્વાગત- આવકાર માટે લોકોમાં અદમ્ય ઉત્સાહ આપેલો છે અને સમગ્ર ભાવનગર જિલ્લો તે માટે આતુર છે.

        વડાપ્રધાનશ્રી તેમની આ મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેઓ ભાવેણાની ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે લોકોમાં પણ તેમને આવકારવા માટે એક અનેરો ઉત્સાહ અને ઉમંગ વ્યાપેલો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવનગરમાં ભવ્ય સ્વાગત નાવિન્યપૂર્ણ રીતે થાય તે માટેના પ્રયત્નો આદરવા માટે શિક્ષણ મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું.

        શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીની આ સભામાં મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને શહેરમાં સામાન્ય જનજીવન ધબકતું રહે તે સાથે બહારથી આવનાર નાગરિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટેનું સુદ્રઢ આયોજન કરવા માટે તેમણે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું.

        વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે શહેર અને જિલ્લામાં તે અંગેનો વ્યાપક પ્રચાર- પ્રસાર થાય તે માટે હોર્ડિંગ, બેનર, ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ તથા પૂરતાં પ્રમાણમાં પાર્કિંગ, વાહન વ્યવસ્થા વગેરે અંગે તેમણે તંત્ર વાહકોને સૂચના આપી હતી.

        સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી આર. સી. મકવાણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સૌના શ્રધ્યેય અને પ્રિય છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો આ સભામાં ઉમટી પડવાની શક્યતા ને જોઈને તંત્ર દ્વારા અગાઉથી જ તે અંગેના જરૂરી પગલાઓ લેવામાં આવે તે માટેના જરૂરી સૂઝાવો આપ્યાં હતાં.

        કલેકટરશ્રી યોગેશ નિરગૂડેએ વડાપ્રધાનશ્રીની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી દેવામાં આવી છે. તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે માઇક્રો પ્લાનિંગ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી વિગતો મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી.

        કલેક્ટરશ્રીએ વડાપ્રધાનશ્રીના આગમન, સ્વાગત, સ્ટેજ, વાહનવ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાર્કિંગ, પીવાનું પાણી, સેનીટેશન, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર જરૂરી આયોજન થઈ રહ્યું છે તેની વિગતો રજૂ  કરી હતી.

        આ બેઠકમાં ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, બાડાના સી.ઈ.ઓ.શ્રી આર.આર.ડામોર, પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી નાયબ અધિક કલેકટરશ્રી બી. જે. પટેલ, જિલ્લા ભા.જ.પા. પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળિયા, મહામંત્રીશ્રી અરૂણભાઇ પટેલ, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/