fbpx
ભાવનગર

ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે કલાકાર મહાકૂંભ યોજાયો

યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા રમત-ગમત કચેરી, ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે શિશુવિહાર સંસ્થા પરિસરમાં તા. ૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન ભાવનગર ગ્રામ્ય વિસ્તારનાં કલાકારો માટે દ્વિતીય સ્તરે કલા મહાકુંભનું આયોજન થયું હતું.

        ભાવનગર જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાના આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચસ્તરીય તેમ ત્રણ વિભાગમાં ૨,૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

        ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાની કલા સૂઝને પ્રદર્શિત કરી શકે અને રાજ્ય સ્તરે પહોંચી શકે તે માટેના આયોજનના ભાગરૂપે યોજાયેલ આ કલા મહાકૂંભમાં અભિનય, સમૂહગીત, કાવ્ય લેખન નિબંધ લેખન, લોકગીત, ભજન એમ વિવિધ  પ્રકારની ૧૩ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

        જેનું સમગ્રતયા સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ મેસવાણીયાએ કર્યું હતું. તા. ૧૩ થી ૧૬ દરમિયાન શિશુવિહાર ભાવનગરના આંગણે યોજાયેલ કલાકાર કુંભમેળામાં ઉપસ્થિત શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ મળીને ૪,૭૦૦ વિદ્યાર્થીઓને શિશુવિહાર પરિસરની પ્રવૃત્તિઓ ઉપરાંત બાળ આરોગ્ય સૂત્ર નામે રસોડામાં વપરાતાં ઉસડિયાઓ દ્વારા તંદુરસ્ત રહેવાં માર્ગદર્શન આપતી પુસ્તિકાથી વાકેફ કરવામાં આવ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/