fbpx
ભાવનગર

સરકારી યોજનાના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ : જીતુભાઈ વાઘાણી

ભાવનગરનાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ હોલ, સરદારનગર ખાતે સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ આજરોજ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરતાં આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લામાં કાર્યરત સ્વ-સહાય જૂથોની બહેનોને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૫૧૧ સ્વ- સહાય જૂથોને રૂા. ૭૩૨ લાખના કેશ ક્રેડિટ મંજૂરી પત્રો,  ૯૫ સ્વ-સહાય જૂથોને રૂા. ૨૮.૫૦ લાખના રીવોલ્વિંગ ફંડ ફાળવણી પત્રો તથા ૧૨૨ સ્વ- સહાય જૂથોને રૂા. ૧૮૩ લાખના કોમ્યૂનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પી. એમ. જે. એ. વાય-માં યોજનાનાં લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવાં આવ્યા હતા.

આ તકે વર્ચુયલ માધ્યમથી જોડાઈને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજરોજ વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સ્વ સહાય જૂથોની બહેનોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ડબલ એન્જિનની અમારી સરકાર વિકાસનાં પાયામાં રહીને કરી કરતી સરકાર છે. છેવાડાનાં  અને ગરીબ લોકોને સુધી સીધા લાભ મળે એ કેન્દ્રમાં રહીને કામ કરતી સરકાર છે. ૨૦ વર્ષનો વિશ્વાસ થી વિકાસ માટે ખૂબ જ મોટા નિર્ણયો લઈને રાજ્યને એક અલગ ઉંચાઈ આપવાનું કાર્ય અમારી સરકારે કર્યું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજના, કન્યા કેળવણી, બેટી બચાઓ બેટી પઢાઓ જેવી બહેનોને કેન્દ્રમાં રાખીને બનાવેલી યોજના થકી આજે ગુજરાતની મહિલાઓ પગભર થઈ રહી છે. આ ઉપરાંત બજેટમાં બહેનો માટેની અલગ ખાસ જોગવાઈ કરીને મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકાર કાર્યરત છે. ગુજરાતનાં ગામડાઓમાં પણ આરોગ્ય, રોજગારી, પીવીસી બ્લોક, હર ઘર નલ જેવી સુવિધાઓમાં વધારો થયો છે.            

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાનાં વિસ્તારમાં અનેક વિકાસના કામો થયાં છે અને હાલમાં પણ અવિરતપણે થઈ રહ્યાં છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી બન્યાં પછી સૌના સાથ અને સૌના સહકાર અને વિશ્વાસથી રાજ્યનો સમગ્રતયા વિકાસ કર્યો છે. આજે તેમના વડાપ્રધાન પદના સબળ અને સક્ષમ નેતૃત્વના કારણે દેશની આજે સમગ્ર વિશ્વમાં ગણના થઈ રહી છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું.

કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, બહેનો માટે આર્થિક સ્વતંત્રતા ખૂબ જ જરૂરી છે ત્યારે બહેનો કોઈને કોઈ વિષયમાં પારંગત હોઈ છે. જેમ કે, સિવણ,  ભરતકામ, પાર્લર, કોમ્પ્યુટર વિષયમાં શીખીને પરંગતતા મેળવી રોજગારી મેળવતી થઈ છે.

આખા દેશમાં સ્વ-સહાય જૂથો થકી બહેનોને આર્થિક પગભરતાં પ્રાપ્ત થઈ છે. કોઈ પણ કામ નાનુ નથી હોતું. ખાલી લોકોની જરૂરિયાત સમજીને કામ કરવાથી નાના પાયે શરૂ કરેલ વ્યવસાય પણ મોટા પરિણામમાં પરિવર્તન પામતો હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.      

કમિશ્નરશ્રી એન. વી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, બહેનો માટેની આર્થિક પગભરતા ખૂબ જ આવશ્યક  બાબત છે. બહેનો આર્થિક રીતે પગભર થાય એ સરકારનો સંવેદનશીલ અભિગમ રહ્યો છે. ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં આજીવિકા મિશનની સ્થાપના કરીને બહેનો આર્થિક ઉપાર્જન કરે અને વિવિધ કાર્ય કરીને પગભર થાય તેવો સરકારનો પ્રયત્ન રહ્યો છે.      કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી  જે.આર. સોલંકી , ડી. એલ. એમ. શ્રી વિજયસિંહ વાઘેલા, ભાવનગરનાં કોર્પોરેટરશ્રીઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/