fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ખાતે ૧૫ થી ૨૯ વર્ષનાં કલાકારો માટે મેગા યુવા મહોત્સવ અને યુવા સંવાદ સ્પર્ધા યોજાશે

ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત ભાવનગરના નેહરૂ યુવા કેન્દ્ર, ભાવનગર દ્વારા તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગરનાં સહયોગથી આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે સાંસ્કૃતિક કલાકારો માટે મેગા યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.

જેમાં ચિત્ર સ્પર્ધા, કાવ્યલેખન સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી વર્કશોપ અને સ્પર્ધા, વકતવ્ય સ્પર્ધા, સમૂહ સાંસ્કૃતિક રાસ સ્પર્ધા, યુવા સંવાદ સ્પર્ધા તા.૨૪-૦૯-૨૦૨૨ના રોજ ભાવનગર જિલ્લા ખાતે હાજર રહેવાનુ રહેશે. ભાવનગર જિલ્લાના રહેવાસીઓ કે જેમની પાસે ભાવનગર જિલ્લામાં રહેઠાણનો પુરાવો છે અને ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે લાયક રહેશે.

વિજેતાઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લેશે. પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, કવિતા લેખનનાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે ૧૦૦૦, ૭૫૦ અને ૫૦૦ રૂપિયા, વક્તવ્ય સ્પર્ધાનાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને અનુક્રમે ૫૦૦૦, ૨૦૦૦ અને ૧૦૦૦ રૂપિયા, સાંસ્કૃતિક સ્પર્ધાનાં વિજેતાઓને અનુક્રમે ૫૦૦૦, ૨૫૦૦ અને ૧૨૫૦ રૂપિયા ટીમ દીઠ આપવામાં આવશે અને યુવા સંવાદના શ્રેષ્ઠ ૪ ભાગ લેનારને ૧૫૦૦ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રોથી નવાજવામાં આવશે.   

આ સ્પર્ધા અંગે તમામ માહિતી કચેરીના બ્લોગ એડ્રેસ :- dsosportsbvr.blogspot.com  પરથી જાણી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/