fbpx
ભાવનગર

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં નેશનલ ગેમ્સ અંતર્ગત રમતોત્સવ યોજાયો

નેશનલ ગેમ્સ સંદર્ભે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ તકે શાળાના તમામ બાળકોએ પોતાના વય જૂથ પ્રમાણે સંગીતખુરશી, લાંબીકુદ, રસ્તાખેંચ, લીંબુચમચી, કોથળાદોડ, ત્રિપગીદોડ, જેવી શાળાકીય રમતો રમાડવામાં આવી હતી. આવી રમતો બાળકોના કૌશલ્યો વિકાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે બે થી વધારે ટીમ પ્રતિ સ્પર્ધા કરીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતી હોય છે. રમત દ્વારા બાળકોમાં સતર્કતા, અનુશાસન, સ્વાસ્થ્ય, નિયમિતતા જેવા ગુણોનો વિકાસ થાય છે. ટીમમાં રમાતી રમતથી બાળક ટીમવર્ક શીખે છે,

        આમ, કુંભણ કેન્દ્રવર્તી શાળાનાં ધોરણ ૧ થી ૮ ના કુલ ૨૪૨ વિદ્યાર્થીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. શાળા તરફથી તમામ વચજુથ પ્રમાણે રમતમાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. રમતોત્સવ ને સફળ બનાવવા શાળાના શિક્ષકશ્રી રમેશભાઈ બારડ તથા અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/