fbpx
ભાવનગર

કલેક્ટરની અધ્યક્ષતામાં વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓને લઇને બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં આજે જિલ્લાના અધિકારીઓની બેઠક આયોજન હોલ ખાતે યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી અત્યાર સુધીની તૈયારીઓની વિગતો મેળવી તલસ્પર્શી આયોજન તથા તે માટે લેવાના થતાં પગલાઓ વિશેથી ઉપસ્થિત અધિકારીઓને અવગત કરાવ્યાં હતાં.

        તમામ અધિકારીઓને સોંપાયેલ કામ તેની સમયમર્યાદામાં થાય તે અંગેની ચીવટ દાખવવાં માટે પણ કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કરી જણાવ્યું કે, ઘણાં સમય પછી દેશના વડાપ્રધાન જ્યારે ભાવનગરની ધરતી પર આવી રહ્યાં છે. તેથી આ મોટા આયોજનમાંથી આપણને પણ જરૂરી વ્યવસ્થાપન અંગે ઓન ફિલ્ડ જાણકારી મળશે તે ભવિષ્યમાં ઉપયોગી બની રહેશે.

        ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી જ્યારે ભાવનગરની ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનશ્રીના પ્રોટોકોલને ધ્યાનમાં લઇને તમામ વ્યવસ્થાઓ સૂચારું રૂપે ગોઠવાઇ જાય. આ ઉપરાંત તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાય તે માટે આજે આ બેઠક યોજાઇ હતી.

        મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી અજય દહિયાએ આ કાર્યક્રમની અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ તૈયારીઓની રૂપરેખા રજૂ કરી હતી. તમામ પ્રાંત અઘિકારીશ્રીઓ, તમામ મામલતદારશ્રીઓ તથા તમામ તાલુકા વિકાસ અઘિકારીશ્રીઓની મીટીંગ યોજાઇ જેમાં માન.કલેકટરશ્રી દવારા તમામ અઘિકારીશ્રીઓ કરેલ કામગીરીની વીગતો મેળવી તથા તમામ અઘિકારીશ્રીઓને કરવાની થતી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી.

        આ બેઠકમાં બાડાના સી.ઇ.ઓ.શ્રી આર.આર. ડામોર, નાયબ વન સંરક્ષકશ્રી સાદિક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/