fbpx
ભાવનગર

જ્ઞાન,ભક્તિ, કર્મયોગથી જ બ્રહ્મ પ્રગટે:મોરારીબાપુ

મહુવાના અરબસાગરના તટે મા ભવાનીની સન્મુખ પૂ. મોરારીબાપુના શ્રી મુખેથી ગવાઈ રહેલી “માનસ: માતુ ભવાની” રામકથા આજે વિવિધ પુસ્તકોના લોકાર્પણ અને રામ જન્મોત્સવની સાથે સંપન્ન થઈ. આજે આઠમાં દિવસની કથાનો પ્રારંભ ત્રણ પુસ્તકોના લોકાર્પણ અને પીપળાના પાનમાં આર્ટ કરાયેલાં ચિત્રોના અર્પણ સાથે કરવામાં આવ્યો.કવયિત્રી રક્ષા શુક્લનું 29 સનારીઓનું પુસ્તક “તેજસ્વીની”, હરદ્વાર ગોસ્વામીનું જલન માતરીની ગઝલોનું સંપાદન “રહસ્યોના પડદા” અને મહુવાના પનોતા પુત્ર અને સ્વાતંત્ર સેનાની સ્વ.શ્રી જશવંતભાઈ મહેતાના જીવન ઉપર લખાયેલા પુસ્તક “સ્વાતંત્ર સેનાની: જશવંત મહેતા” કે જેનું સર્જન મહુવાના જ વતની લેખિકા સુશ્રી સુચિતા કપૂરે કર્યું છે તેનું પણ લોકાર્પણ સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ જહાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.ચિત્રકાર શ્રી ભરતભાઈ ચૌહાણ દ્વારા મોરારીબાપુના 77 વિવિધ મુદ્રાઓની તસવીરોને પીપળાના પાનમાં અંકિત કરવામાં આવી છે, આ કૃતિઓ વ્યાસપીઠને સુરમંદિર સંસ્થાના શ્રી બીપીનભાઈ સંઘવીની હાજરીમાં બાપુને અર્પણ કરવામાં આવી.     

કથાને પ્રવાહી કરતાં પુ. મોરારીબાપુએ કહ્યું કે માનસમાં નારી શક્તિની આઠ મર્યાદાઓ અથવા અવગુણ દર્શાવવામાં આવ્યાં છે. જેમ કે સાહસ, ચંચળતા, ચપળતા, માયા, ભય, અવિવેક, અપવિત્ર અને નિર્દયતા. પરંતુ આ બધી જ બાબતોને આપણે સકારાત્મક રીતે પણ લઈ શકીએ છીએ અને તેનું વિસ્તારથી અર્થઘટન બાપુએ કર્યું હતું. રામકથા પહેલાં શિવકથા જરૂરી છે અને તે જ ક્રમમાં તુલસીજી આગળ વધ્યાં છે.શ્રોતાઓની ગતિ પામી શકે તે જ ઉત્તમ વક્તા કહી શકાય.       

કથાના ક્રમને આગળ લેતાં બાપુએ કહ્યું કે કથાએ ગંગા છે અને આ ગુરુવાણી આપણને ક્યાં લઈ જાય એ કશું નિયત હોતું નથી.તેથી કદાચ રામ જન્મ આઠમા દિવસે થાય એટલી કથા પહેલી વખત ધીમે ચાલી છે.પછી બાપુએ મનુ શત્રુપા, રાજા ચિત્રભાનુ અને પછી રામ અવતરણ માટે વિશ્વામિત્રનો કામેષ્ટિ યજ્ઞ, તે યજ્ઞની પ્રસાદી પછી બ્રહ્મસ્વરૂપનું પ્રગટીકરણ વગેરેની ચિતંનાત્ક ચર્ચા કરતાં બાપુએ કહ્યું કે ભક્તિ, જ્ઞાન અને કર્મયોગ આ ત્રણે યોગ એ યજ્ઞની પ્રસાદી ખીરમાંથી પ્રાપ્ત થયાં.અને પછી બ્રહ્મનું અવતરણ થયું એટલે એમ કહેવાય કે આ ત્રણેય યોગ હોય ત્યાં બ્રહ્મ પ્રગટે.રામ જન્મ સાથે આજની આઠમા દિવસની કથા સંપન્ન થઈ.કથામાં યજમાન શ્રી ચીમનભાઈ વાધેલા તરફથી આવાગમનથી લઈને ભોજન,નિવાસ વગેરેની વ્યવસ્થામાં કોઈ કચાસ છોડવામાં આવી નથી.આટલું વિશાળ આયોજન સુખરૂપ રીતે પાર પડી રહ્યું છે. તે પણ રામ કૃપા જ ગણી શકાય.આવતી કાલે બપોરે કથાની પૂર્ણાહુતિ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/