fbpx
ભાવનગર

ભાવનગરમાં તા.૨ થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ કાર્યક્રમો યોજાશે

નશાબંધી અને આપકારી ખાતું ભાવનગર દ્વારા તા. ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની  ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત ૨ ઓક્ટોબરના ગાંધી જયંતીનાં  રોજ સવારે ૧૦ વાગ્યે શિહોર તાલુકાની વળાવડ કન્યા વિદ્યાલય ખાતે નશાબંધી સપ્તાહનું  ઉદ્ઘાટન કરી ગાંધીજીવન વિશે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા અને પત્રિકા વિતરણ કરવામાં આવશે.  તા.  ૩ ઓક્ટોબરના રોજ પી. ટી. સી.  અધ્યયન કોલેજ ભાવનગર ખાતે સવારે ૧૧ કલાકે, તેમજ સ્વ.  જે બી વાઘાણી વિદ્યાલય-કુંભણ ખાતે બપોરે ૩ વાગ્યે લોક ડાયરો અને રાત્રે ૯ કલાકે ઇસ્કોન ક્લબ રિસોર્ટ ખાતે પોસ્ટર પ્રદર્શન, તા.  ૪ ઓક્ટોબર ના રોજ બપોરે ૧૨ કલાકે ભાવનગરની દોલત અનંત વળીયા હાઇસ્કુલ તા. ૫  ઓક્ટોબરને સવારે ૯ વાગ્યે તળાજાની નીલકંઠ વિદ્યાલય ખાતે અને બપોરે ૩ વાગ્યે તળાજા ની બેલા ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે લોક ડાયરો, તા. ૬ ઓક્ટોબરના સવારે ૧૧ કલાકે ભાવનગર આઈટીઆઈ મહિલા કોલેજ ખાતે તેમજ સાંજે ૪ કલાકે દક્ષિણા મૂર્તિ કુમાર મંદિર ખાતે વ્યસનમુક્તિના કાર્યક્રમો, તા. ૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે શામળદાસ આર્ટસ કોલેજ ખાતે લોકડાયરો તેમજ બપોરે ૩ કલાકે સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે વ્યસન મુક્તિના કાર્યક્રમો, તા. ૮ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે એન. જે.  વિદ્યાલય બાલ યોગીનગર ખાતે વ્યસન મુક્તિના કાર્યક્રમો યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/