fbpx
ભાવનગર

મોટી પાણીયાળી ગામે કૃષિ ઋષિ સંત યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે તે માટે કૃષિ ઋષિ સંત યાત્રા રોહિતભાઈ ગોટીના માર્ગદર્શન હેઠળ આવી પહોંચી હતી  યાત્રાનું નાની નાની બાળાઓ દ્વારા સામૈયા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ગામના ચોરે યોજવામાં આવેલ જેમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમના નિયામક લાલજીભાઈ સોલંકી દ્વારા ઝેરમુક્ત ખેતી અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ જ્યારે વિવેકાનંદ કેન્દ્ર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ નરેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા વિવિધ રોગોથી મુક્ત રહેવા દવા અને રાસાયણિક ખાતર વિના ખેતી ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ગામના ખેડૂતોનું સન્માન કરવામાં આવેલ અને પ્રાકૃતિક ખેતી થી ઉત્પાદન થયેલ અનાજનું માતાજીને નિવેદ ધરવામાં આવેલ, કાર્યક્રમનીઆભાર વિધિ મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્ય બી. એ વાળા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેડૂતો અને ગ્રામજનોને ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/