fbpx
ભાવનગર

ભાવનગરના સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીયકક્ષાનો ’સ્કોચ’ઇજનેરી એવોર્ડ જીત્યો

ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગના તત્કાલિન કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા શ્રી ડી.આર.પટેલને રાષ્ટ્રના વિકાસ માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તેવાં ’સ્કોચ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

ભાલ વિસ્તાર કે જે નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાઇ રહેતું હતું. તેથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેમની કુનેહ અને રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે તેમણે ભાલ વિસ્તારમાં પાણી ભરાતાં વિસ્તારમાંથી પાણી વહન કરતી એક અલગથી ચેનલ તૈયાર કરીને આ ભરાયેલાં પાણીના નિકાલની અલગથી વ્યવસ્થા ગોઠવી હતી.

પોતાના ઇજનેરી કૌશલ્યથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો ગુડ ગવર્નન્સથી ઉકેલ લાવવાં માટે આ ’સ્કોચ’  એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

શ્રી પટેલ સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે પ્રથમ અધિકારી છે કે જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

શ્રી પટેલ દ્વારા ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી આ કાયમી સમસ્યાનો ઉકેલ તેઓ લાવ્યાં હતાં. તેમના આ પ્રયત્નોને કારણે હાલ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો છે.

આ ઉપરાંત તેમની નિગરાની હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત વહીવટી વિભાગના સહયોગથી અને કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ ડિસીલ્ટીંગના કામો હાથ ધરી ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં.

શ્રી પટેલને આ અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા અને જળસંપત્તિ વિભાગમાંથી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

તેઓને વર્ષ-૨૦૧૯માં સુજલામ સુફલામની બેસ્ટ કામગીરી, વર્ષ-૨૦૧૯માં સિંચાઈ વિભાગમાં ટીમ લીડર તરીકે ભાલ વિસ્તારના કામોને ટેકનિકલ સહયોગથી પાણી નીકાલની કામગીરી, વર્ષ-૨૦૨૦માં ભાવનગરમાં કોરોના વોરીયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ બની કોરોનાની કામગીરી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.

આમ, કુશળ ઇજનેરી કૌશલ્યના ક્ષેત્રમાં પોતાની જવલંત સિદ્ધિઓના સથવારે ભારત દેશના પ્રતિષ્ઠિત એવાં ’સ્કોચ એવોર્ડથી સન્માનિત થઇને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/