fbpx
ભાવનગર

ભાવનગરમાં શહેરકક્ષાનો આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાયો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ નો શહેરકક્ષાનો કાર્યક્રમ જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં યોજાયો

        આ તકે ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે ગરીબ અને છેવાડાના પરિવારની આરોગ્યની ચિંતા કરતી સરકાર કાર્યરત છે ત્યારે પરિવારમાં આવી પડેલી આરોગ્યની મુશ્કેલીને દૂર કરવા પી.  એમ. જે. એ. વાય. કાર્ડ ખૂબ જ ઉપયોગી થશે

        તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના કાળમાં ખૂબ જ વિશાળ રસીકરણ  અભિયાન હાથ ધરાયું હતું. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ થી પાંચ લાખ સુધીની સારવાર નક્કી કરેલી પ્રાઇવેટ હોસ્પિટલોમાં મળી શકશે. આમ, જન જનની આરોગ્યની સુવિધા માટે સરકારે સતત ચિંતા કરી છે તેનું સર્વોત્તમ ઉદાહરણ આયુષ્યમાન કાર્ડ છે.

        તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ થકી ખાનગી દવાખાનામાં પણ લોકો વિના મૂલ્યે સારવાર મેળવી શકે છે. આરોગ્ય વિભાગ સહિત તમામ ક્ષેત્રે ડબલ એન્જિન સરકાર દ્વારા વણથંભી વિકાસ યાત્રા અવિરત શરૂ રાખવામાં આવી છે.

        આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા જણાવ્યું હતું કે છેવાડાના અને ગરીબ પરિવાર સુધી યોજના પરફેક્ટ પહોંચે તે રીતે કામ કરવામાં આવી રહ્યું છે પહેલા મોટી હોસ્પિટલોમાં જઈને સારવાર લેવા અંગે વિચાર પણ કરવો ગરીબ પરિવત માટે શક્ય નહોતો ત્યારે હાલ આયુષ્માન કાર્ડથી આવી મોટી હોસ્પિટલોમાં ગંભીર રોગોની સારવાર શક્ય બની છે.

        ડેપ્યુટી મેયરશ્રી કૃણાલ કુમાર શાહ એ જણાવ્યું હતું કે ગરીબ ઘરમાં બીમારી આવે ત્યારે મોટી રકમ ચૂકવવામાં ઘર ઉપર દેણું આવી પડતું હતું ત્યારે આયુષ્માન કાર્ડ થી માન્ય હોસ્પિટલોમાં સારવાર લેવી સહેલી બનશે. આયુષ્યમાન કાર્ડ આવતા વડીલોને કે જરૂરિયાતમંદ લોકો પણ સરળતાથી સારવાર લઈ રહ્યા છે. આ કાર્ડ હેઠળ રૂ. ૫ લાખ સુધીનો સારવાર ખર્ચ સરકારશ્રી દ્વારા ઉઠાવવામાં આવે છે.

        આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી  નરેન્દ્રભાઇ મોદીએ PMJAY-MA નાં આયુષ્યમાન કાર્ડનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો તથા આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ વર્ચ્યુઅલ પ્રેરણાત્મક  ઉદબોધન પણ કર્યું હતું.

        મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રતિકરૂપે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાયએ સ્વાગત પ્રવચન કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ તથા લાભાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

        કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી શિશિરભાઈ, ડેપ્યુટી કમિશનરશ્રી એમ આર બ્રહ્મભટ્ટ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી ડો. આર કે સિન્હા તેમજ બહોળી સંખ્યામાં કાર્ડના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/