fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં ૬૭ હજારથી વધુ ચૂંટણી કાર્ડનું તા. ૭ નવેમ્બરથી પોસ્ટ મારફત વિતરણ

ભાવનગર જિલ્લામાં ૬૭ હજારથી વધુ ચૂંટણીકાર્ડનું તા. ૭ નવેમ્બર સોમવારથી પોસ્ટ મારફત મતદારોના નોંધાયેલા સરનામે વિતરણ શરૂ કરવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં તા. ૨૩/૭/૨૨ થી તા. ૧૪/૯/૨૨ સુધીમાં જે લોકોએ નવા મતદાર તરીકે નોંધણી કરાવેલી હોય એટલે કે ફોર્મ નંબર-૬ ભરેલ હોય, ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ માટે ફોર્મ નંબર-૮ ભરેલ હોય અથવા ચૂંટણીકાર્ડની વિગતમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવા માટેનું ફોર્મ ભરેલું હોય તેઓના તમામના ચૂંટણી કાર્ડ પોસ્ટ મારફત મતદારોના નોંધાયેલા સરનામે તા. ૭ નવેમ્બરથી વિતરણ કરવામાં આવશે. આવા ૬૭,૮૬૪ ચૂંટણી કાર્ડ ભાવનગર જિલ્લામાંથી વિતરણ થશે.

અત્રે ઉલ્લેખ છે કે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં ૧-ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવનાર છે આથી જે લોકોએ હાલમાં જ ચૂંટણી કાર્ડમાં સુધારો કરાવ્યો હોય અથવા નવા ચૂંટણી કાર્ડ કઢાવ્યા હોય તેમને થોડા દિવસોમાં તેમના ઘરે ચૂંટણી કાર્ડ પ્રાપ્ત થશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/