fbpx
ભાવનગર

ભાવનગરમાં “મતદાર જાગૃતિ” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન

આગામી વિધાનસભા ચૂંટણીના અનુલક્ષીને ભાવનગરમાં મતદારોને મતદાન કરવા અંગે જાગૃત કરવા માટે  “અવસર” નોડલ ઓફિસર, ચૂંટણી પંચ, સ્વીપ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભાવનગર અને કલાસંઘ સંસ્થા દ્વારા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખ નાં માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધાનું આયોજન તા.  ૨૭ નવેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યું છે

        ભાવનગરની કલા પ્રિય જનતા માટે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તા. ૨૭ નવેમ્બરને રવિવારે સવારે ૭:૩૦ થી ૯:૩૦ વાગ્યા સુધી ૮ થી ૧૬ વર્ષ તેમજ ૧૭ વર્ષથી ઉપરના એમ બે ગ્રુપ માટે ૩X૩ ફૂટની  રંગોળી બનાવવા માટે માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રંગોળી સ્પર્ધાનો  વિષય “મતદાન જાગૃતિ” રહેશે.

        ભાગ લેનાર દરેક પ્રતિયોગીને સર્ટિફિકેટ આપવામાં આવશે આ ઉપરાંત બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

        આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૨૩ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી ભરવાની રહેશે નહીં પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.     

        સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવા માટે મિતુલ રાવલ- 9825326532, અજય ચૌહાણ- 9428811356 ભરત શિયાળ- 9428590722 રઘુવીર ગોહિલ- 9265957405 નો સંપર્ક કરવાનો રહેશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/