fbpx
ભાવનગર

મોટી પાણીયાળી કે.વ શાળામાં સ્પોર્ટસ સંકુલ તૈયાર કરાયું 

બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકો શિક્ષણની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધે અને બાળકો શારીરિક રીતે પણ મજબુત બને  તે માટે પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાનાં આચાર્ય બી.એ.વાળા અને સમગ્ર શાળા પરિવારની મહેનતથી શાળામાં જ કબડ્ડી , ખો-ખો, વોલીબોલ, બેડ મિન્ટન, હેન્ડબોલ, લાંબીકૂદ, ઉંચીકૂદ, ચકફેંક અને ગોળાફેંક  એમ આઠ રમતના નિયત માપ મુજબના સુંદર મેદાન તૈયાર કરવામાં આવ્યા છે અને શાળાના બાળકોને આ તમામ રમત ઉપરાંત સ્વીમીંગ અને જુડો રમતની પણ તૈયારી કરાવવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લે યોજાયેલ ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં જિલ્લા કક્ષાએ ૧ થી ૩ માં કુલ ૫૬ બાળકોએ નંબર મેળવી કુલ સવા લાખ રૂપિયાના રોકડ ઇનામ મેળવ્યા હતા તેમજ ૧૩ બાળકો સ્પોર્ટસ સ્કુલમાં પસંદગી પામ્યા હતા.શાળાના આચાર્ય અને  શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો ખુબ જ ઉત્સાહ પૂર્વક રમતોમાં ભાગ લઇ રહ્યા છે અને આગામી રમત સ્પર્ધાઓમાં ગત વર્ષ કરતા પણ વધુ સારું પ્રદર્શન કરવા થનગની રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/