fbpx
ભાવનગર

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ રજૂ કરેલ મહુવા તાલુકાના ગળથર ગામનાં પ્રશ્નની જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ કે, વિવિધ વિભાગો પરસ્પરના સંકલન અને સહકારથી પ્રજાના પ્રશ્નોને અગ્રતા આપી તેનો સત્વરે ઉકેલ લાવે તેવો અનુરોધ કરતાં તેમણે રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી.

કલેક્ટરશ્રીએ પડતર તુમારોની સમીક્ષા, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, કોન્સોલીડેટેડ માહિતી, સ્વાગત કાર્યક્રમ, જિલ્લા અને તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળોની ચકાસણી વગેરે અંગે ચર્ચાઓ પણ આ બેઠકમાં આપી હતી.

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક શ્રી ડો. રવીન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામકશ્રી અજય દહીંયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે.પટેલ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, નાયબ જિલ્લા પોલીસ વડાશ્રી , પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/