fbpx
ભાવનગર

બગદાણા ખાતે પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવવા ભક્તજનોમાં ભારે ઉત્સાહ્મપુર્ણ માહોલ જોવા મળ્યો

સંત પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ ગુરુઆશ્રમ બગદાણા ખાતે પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આજે શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગુરુઆશ્રમ ખાતે ભાવિક ભક્તજનોમાં ભારે ઉત્સાહ્મપુર્ણ માહોલ જોવા મળે છે. તીર્થરાજ બગદાણા ગામ ખાતે પૂ.બાપાની 46 પુણ્યતિથિ હોય સદગુરુ દેવના ચરણોમાં શીશ નમાવવા આશરે દોઢ લાખ ભાવિક ભાઈઓ બહેનો ગુરુઆશ્રમ ખાતે પધારશે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકોની હાજરીમાં ગુરૂઆશ્રમ ખાતે વહેલી સવારના 5:00 વાગ્યાથી મંગળા આરતી સાથે ધર્મમય કાર્યક્રમોમાં સૌ જોડાશે.

આજના સમગ્ર મહોત્સવની વ્યવસ્થા માટે સરકારી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ટ્રસ્ટી મંડળ, કાર્યકરોની બેઠક મળી હતી.તેમાં કાર્ય સંકલન સાધવામાં આવ્યું હતું.  આજના મહોત્સવમાં જોડાનાર સૌ ભક્તજનો ભાવિકો ની તમામ વ્યવસ્થાઓ અને પહોંચી વળવા સ્વયંસેવકો ખડે પગે સેવા બતાવશે. અહી મહોત્સવ નિમિત્તે 167 ગામોના આશરે 5000 ભાઈઓ અહીં દિવસ અને રાત્રી ના નિરંતર સેવા બજાવશે. જ્યારે 63 ગામોમાંથી આવેલા બે હજાર બહેનો દિવસ દરમિયાન સેવા બજાવશે. અહી પોલીસ વિભાગ દ્વારા પણ  ચુસ્ત બંધોબસ્ત રહેશે.

કાર્યક્રમમો મુજબ મંગળા આરતી, ધ્વજ રોહન,ગુરૂ પૂજન થયા બાદ સવારના ૧૦ કલાકથી ભોજન પ્રસાદ વિતરણ શરૂ થશે. રસોડા વિભાગમાં 15 હજાર કિલો લાડવા, 7000 કિલો ગાંઠિયા, 4000 કિલો મોહનથાળ, 3000 કિલો તુવેર દાળ, 5000 કિલો ભાત, 12,000 કિલો શાકભાજી તેમજ 15000 કિલો રોટલીના લોટ સાથેનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હોવાનું ભોજનાલય વિભાગ માંથી જાણવા મળ્યું હતું. પૂ.બાપાના પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા બગદાણા ધામ ખાતે પદયાત્રીઓ સહિત સૌ યાત્રાળુઓ વહેલી સવારથી જ સામેલ થઈને ધન્યતા અનુભવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/