fbpx
ભાવનગર

બોટાદમાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારાને સખત સજાની માગ સાથે દહેગામ ખાતે સમગ્ર દેવીપૂજક સમાજ દ્વારા આવેદન અપાયું

બોટાદમાં દેવીપૂજકની દીકરી સાથે બનેલી ક્રૂર ઘટનાને લઈ દહેગામ શહેરમાં ભારે આક્રોશ સાથે દેવીપૂજક સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આરોપીને ફાંસી સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. નરાધમે નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની ર્નિમમ હત્યા કરી દીધી હતી. પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો.

જાેકે આ ઘટનાને પગલે રાજ્યભરમાં સમગ્ર દેવીપૂજક સમાજ ભારે આક્રોશની લાગણી જાેવા મળી છે. ઠેર ઠેર વિરોધ પ્રદશનની સાથે આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. બોટાદના ભગવાન પરા વિસ્તારમાં રહેતી એક ૯ વર્ષની દેવીપૂજક સમાજની બાળકી પતંગ પકડવા ગઈ હતી, ત્યારે ફૂલવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં ખંડેર ક્વાટરમાંથી બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. બાળકીની લાશ અર્ધ નગ્ન હાલતમાં મળતા સમગ્ર સમાજમાં રોષ વ્યાપ્યો હતો. ઘટનાના પગલે બોટાદના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

લાશને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકી સાથે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરવામાં આવી હતી. જેને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની પકડવાની કામગીરી હાથ ધરી હતી. આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવના પગલે દહેગામ ખાતે સમગ્ર દેવીપૂજક સમાજ દ્વારા રેલી કાઢી આરોપીને સખત સજા થાય આવી બીજી વાર કોઈ દેવીપુજક ઉપર કે કોઈ અન્ય સમાજની દીકરી ઉપર આવો અત્યાચાર ન થાય એવી માંગ સાથે મામલતદારની આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/