fbpx
ભાવનગર

પૂજ્ય મોરારીબાપુના નિશ્રામાં કાગધામ પદ્મશ્રી કવિ કાગબાપુની જન્મ ભૂમિ ખાતે યોજાશે કાગ ઉત્સવ

મોરારીબાપુ પ્રેરિત કાગ એવોર્ડની ઘોષણા કરવામાં આવી.

પૂજ્ય કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેમાં કાગના ફળિયે કાગની વાતું, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2023ના કાગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં  મરણોત્તર – સ્વ. શ્રી નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્ટેજ – શ્રી હરેશદાન સુરુ, સર્જક – શ્રી ઈશુદાન ગઢવી (રત્નુ) (હિંમતનગર),  સંશોધન – શ્રી નિલેશભાઈ પંડ્યા (રાજકોટ),  રાજસ્થાની વિરુલ – શ્રી ગજાદાન ચારણ (નાથુસર) ને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

વર્તમાન વર્ષ પૂજ્ય કાગબાપુની 46મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ કાગધામ ગામે ફાગણ સુદી ચોથને ગુરુવારે તા. 23.02.2023ના બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં કાગના ફળિયે કાગની વાતું વિષય અંતર્ગત કાગના ફળિયે કાગની વાતું નામના પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે એવું કાગ એવોર્ડ ચયનસમિતિનાં સંયોજક ડો. બળવંતભાઈ જાની તથા હરિશ્ચંદ્રભાઈ જોશીની યાદીમાં જણાવાયું છે. આ તકે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ તથા કાગ પરિવાર દ્વારા સર્વ કાગપ્રેમી ને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સને 2002 ના વર્ષથી કાગધામ ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા કાગ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

 સ્વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ, હરેશદાન સુરુ, ઈશુદાન ગઢવી, નિલેશભાઈ પંડ્યા ગજાદાન ચારણને કાગ એવોર્ડ અર્પણ કરાશે. આ અવસરે કાગના ફળિયે કાગની વાતું પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્તવ્યો આપશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/