fbpx
ભાવનગર

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓની સેવા માટે ‘અર્હમ અનુકંપા જીવદયા’અભિયાન શરૂ

પાલીતાણા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓની સેવા માટે ‘અર્હમ અનુકંપા જીવદયા’અભિયાન શરૂ.

પાલીતાણા વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે પ્રયત્નશીલ સંસ્થા સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ‘અર્હમ અનુકંપા જીવદયા’નાં પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અર્હમ અનુકંપા અંતર્ગત સમસ્ત મહાજન દ્વારા પાલિતાણામાં હજારો અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. પાલિતાણામાં આશરે એક હજારથી પણ વધારે કુતરાઓ છે, જે આખો દિવસ ખાવાનું શોધતા રહે છે. પરંતુ તેમના માટે કોઈ વ્યવસ્થા આજ સુધી કરવામાં આવી નથી. 

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સમસ્ત મહાજન દ્વારા આ કૂતરાઓને દરરોજ દૂધ અને બાજરાની રોટલી ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કૂતરાઓને 100 લિટર દુધ અને રોટલી ખવડાવવી તેમજ તેમને હડકવા અથવા અન્ય કોઈ બીમારી ન થાય તેના માટે રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં આશરે 115 થી વધારે કૂતરાઓને આ અભિયાનનો લાભ મળ્યો છે. પાલિતાણામાં અબોલ જીવોની સેવા કરવા માટે એક દિવસનો અંદાજિત ખર્ચ દસ હજાર રૂપિયા છે. આ અબોલ પશુઓની સેવામાં જોડાવવા દરેકને સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ(મો. 9820020976) દ્વારા વિનંતી કરવામાં આવી છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/