fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં લેપ્રેસી અવેરનેસ પખવાડિયાની ઉજવણી કરાશે

ભાવનગર જિલ્લા સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન તા.૩૦-૦૧-૨૦૨૩ થી તા.૧૩-૦૨-૨૦૨૩ સુધી સઘન રીતે રાષ્ટ્રિય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સેલિબ્રેશન અંન્વયે ઉજવણી કરવામાં આવશે.

જિલ્લા લેપ્રેસી અધિકારીશ્રી ડો.પી.વી.રહેવર તથા PMW સ્ટાફ દ્વારા કો.ઓર્ડીનેટર કરવાનું આયોજન તમામ તાલુકા હેલ્થ ઓફિસર તબીબી અધિકારી, જિલ્લા લાયઝન અધિકારીઓ સાથે કરવામાં આવી. જેમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શનથી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે.

તમામ લોકોને રક્તપિત્ત રોગ વિશે જાણકારી મળે તેમજ રક્તપિતનાં દર્દીઓને શારીરિક, સામાજિક, માનસિક તથા આર્થિક રીતે પણ સહાયરૂપ થાય તેમ આ મુજબની કામગીરી કરવામાં આવશે. તા.૩૦-૦૧-૨૦૨૩ ના રોજ ગ્રામસભાનું આયોજન તથા તા.૦૧-૦૨-૨૦૨૩ થી તા.૧૩-૦૨-૨૦૨૩ દરમ્યાન જાહેર સ્થળોએ ભવાઈ, ડિબેટ, ડ્રોઈંગ સ્પર્ધા તથા ગામેગામ સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવશે. ગ્રામ આરોગ્ય સમિતિ સાથે મિટિંગ કરી સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર લેપ્રેસીના દર્દીઓ માટે કરવામાં આવશે. રક્તપિત્ત દર્દીના સમાન અભિગમ જળવાઈ રહે તે હેતુથી દર વર્ષે “સ્પર્શ લેપ્રેસી કેમ્પેન” સેલિબ્રેટ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/