fbpx
ભાવનગર

ગૌધામ કોટીયા- કુંઢડા ખાતે જીગ્નેશ દાદાના મુખે ભાગવત કથાનું આયોજન

ગુરુદત્તાત્રે આશ્રમ કોટિયા અને ગૌધામ કુંઢડા નામે જાણીતા અને જંગલમાં મંગલ સમાન જગ્યા ખાતે થાણાપતી જુનાગઢ  મહંત પૂ.લહેરગીરીબાપુ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આગામી 14 ફેબ્રુઆરી થી સતત સાત દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. કથાનો શ્રવણનો સમય સવારે 9 થી બપોરના 1 સુધીનો રહેશે. કૃષ્ણ ગાથા વક્તા પૂ.જીજ્ઞેશદાદા રાધે રાધે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

ભજન, ભોજન અને ભાગવત સપ્તાહ ના ત્રિવેણી સંગમ સમા મહોત્સવમાં અતિથિ વિશેષ આમંત્રિત  સંતો, મહંતોના દર્શનનો લાભ મળશે. 

આગામી તારીખ 14/2/ 2023 ને મંગળવારે શ્રી ગુરુદત્તાત્રે આશ્રમ દેવળીયાની ધારથી વિશાળ સંખ્યામાં વાહનો સાથે રંગદર્શી પોથીયાત્રા નીકળશે. જે કુંઢેલી,ઠાડચ, કુંઢડા વગેરે ગામોમાં થઈને કથાના પાવન સ્થળે પધારશે.ત્યાં સવારે 9:00 કલાકે ભાગવત ગાથા નો પ્રારંભ થશે.

કથાના પ્રારંભે જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રતિનિધિ બ્રહ્મચારી પૂ. નારાયણાનંદજીના હસ્તે દીપ પ્રાગટ્ય થશે. જ્યારે ભાવનગર સ્ટેટ ના યુવરાજ જયવીરરાજ સિંહજી ગોહિલ ની વિશેષ ઉપસ્થિત રહેશે. 200 વીઘા જેટલા ડુંગર ગાળાના નૈસર્ગિક પરિસર વચ્ચે ધામધૂમથી સપ્તાહના પાવન પ્રસંગો પણ ઉજવવામાં આવશે. રાત્રિના સમયે માયાભાઈ આહીર,દેવરાજ ગઢવી નાનો ડેરો, રાજભા ગઢવી, જીગ્નેશ બારોટ, નાજાભાઇ આહીર જીગ્નેશ કુંચાલા , અરવિંદ બાપુ ભારતી,પોપટભાઈ માલધારી જેવા કલાકારો દ્વારા લોક સાહિત્ય અને ભજન રસ પીરસવામાં આવશે.

અહીંના મહંતશ્રી લહેરગીરી બાપુએ જણાવ્યું હતું કે અલગ અલગ રસોડામાં પચાસ હજાર ભાવિકો ભોજન પ્રસાદ પંગતમાં બેસીને લઈ શકે તે માટે સતત 24 કલાક રસોડું શરૂ રહેશે. ઉપરાંત નાસ્તા,ચા-પાણી, શરબત વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમસ્ત પૃથ્વી પરના જીવોના મોક્ષાર્થે આ ધાર્મિક માહોલમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખની છે કે ગૌ ધામ કોટીયા ખાતે દેશી ઓલાદની ગીર ગાયોનું સંવર્ધન અને ઉછેર કરવામાં આવી રહ્યો છે.  ગૌવંશ નો પણ અહીં ઉછેર થઈ રહ્યો છે. આ માટે જમીન સહિત ની વ્યવસ્થા માટે દાતાઓ તરફથી દાન મળી રહ્યું છે.

મોટી સંખ્યામાં કથા શ્રવણ સંત દર્શન માટે પધારનાર ભાવિક્ ભક્તજનોની વ્યવસ્થા માટે ગુરુ આશ્રમ બગદાણા તરફથી ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકોની સેવા અહીં ઉપલબ્ધ થશે.

ભાવભર્યા માહોલ વચ્ચે યોજાનાર ભાગવત કથા ના આયોજન માટે સર્વ ભક્તો અને સેવક સમુદાયમાં ઉત્સાહનો માહોલ જોવા મળે  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/