fbpx
ભાવનગર

ભાવનગર ગદ્યસભાના બત્રીસમા સ્થાપના દિવસ નિમિત્તે ‘વાર્તાપર્વ’ નામે અનોખો કાર્યક્રમ યોજાશે

આજે ૧૧ ફેબ્રુઆરીના રોજ ઝવેરચંદ મેઘાણી મીની ઑડિટોરિયમ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે બપોર ના ૪ કલાકે સૌને ઉપસ્થિત રહેવા નિમંત્રણ. ભાવનગર ગદ્યસભા સર્જકોની સિસૃક્ષા- સર્જન કરવાની ઇચ્છાને સંકોરવા દર ગુરુવારે સાંજે ૬:૦૦ કલાકે ગુજરાતી ભાષા ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે મળે છે. મુ. ડૉ. ગંભીરસિંહજી ગોહિલના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ. ૧૯૯૨થી આજદિન સુધી સતત એકત્રીશ વર્ષથી ગદ્યસભા નિયમિતપણે યોજાઇ રહી છે.

સાહિત્યના ગદ્યસ્વરૂપની કાર્યશાળા સમાન ભાવનગર ગદ્યસભાના બત્રીસમા સ્થાપના દિવસની અનોખી ઉજવણી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ શનિવારના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની હૉલ, ભાવનગર ખાતે બપોરના ૪:૦૦ કલાકે કરવામાં આવશે. ‘વાર્તાપર્વ’ નામે યોજાનાર આ કાર્યક્રમમાં ગદ્યકારોના સર્વાંગી ઘડતરની વાતો સર્વશ્રી માય ડિયર જયુ, ડૉ. મહેન્દ્રસિંહ પરમાર અને નટવર વ્યાસ દ્વારા કરવામાં આવશે. તેમજ ગદ્યસભાના વાર્તાકારોની કૃતિઓના વાચિકમ્ અને મંચન સ્વરુપોની અનોખી રજૂઆત ગદ્યસભાની ટીમ દ્વારા થશે. ગદ્યસભાના આ વાર્તાપર્વને માણવા ગદ્યસભાના મંત્રીઓ શ્રી નટવર વ્યાસ તથા અજય ઓઝા દ્વારા સૌને ભાવભીનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/