fbpx
ભાવનગર

ગૌ ધામ કોટિયા ખાતે જીગ્નેશ દાદા રાધે રાધેના  વ્યાસાસને યોજાયેલ ભાગવત કથાનું સમાપન થયું

ગૌ ધામ કોટીયા-કુંઢડાની ટેકરીઓ વચ્ચે જંગલમાં મંગલ સમાન ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે વિદ્વાન વક્તા પૂ.જીગ્નેશદાદા રાધેરાધેના મુખે ગત તા.14 ને મંગળવારથી પ્રારંભ થયેલી શ્રીમદ ભાગવત કથાનો આજે સોમવારે બપોરના ભાગે વિરામ થયો હતો.આજની કથામાં જીગ્નેશદાદાએ માનવ જીવનમાં ભાગવત કથાના શ્રવણ મહાત્મ્યની વાત કરીને સૂત્રાત્મક રીતે વાણી પ્રવાહ વહાવ્યો હતો.આજે સુદામા ચરિત્ર અને કૃષ્ણ સુદામા મિલનની કથા સંભળાવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતા ભાઈ/બહેનોને ભાવવાહી શબ્દોમાં જણાવ્યું હતું કે, ભગવાનના દેવાલયમાં કદી ખાલી હાથ ન જવું. આપણે સંતોના મહાપુરુષોના ચરણોમાં રહેવાય … આ ભવસાગર કરવાનું સાધન હોય તો તે મનુષ્ય દેહ છે…! ભગવાનના શરણમાં કોઈ પણ આવશે તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. નામ માત્રથી બધા જ કલેશ પરમાત્મા હરી લે છે. કથા સમાપન સાથે બ્રહ્મલીન સંત મોહનગીરી બાપુના ચરણમાં ભાગવત કથા અર્પણ કરવામાં આવી હતી.

આજના કથા સમાપન પ્રસંગે સિદ્ધેશ્વરગિરિ બાપુ જુનાગઢ, ડી.જી. વણઝારા, પ્રેમગીરીજી મહારાજ,માયાભાઈ આહીર વગેરેએ વક્તવ્યો આપ્યા હતા. આ વેળાએ સંતોષભાઈ સોહલા, મહેન્દ્રસિંહ સરવૈયા, વિરમભાઇ બોળીયા, પ્રતાપભાઈ ખુમાણ, નરેન્દ્રભાઈ સાંગા, શક્તિસિંહ ઝાલા, ભરતભાઈ , કમાભાઈ, અનિલભાઈ સોલંકી, સુરેશભાઈ લચ્છી, લાલજીભાઈ જોગારાણા વગેરે ઉપસ્થિત હતા. તેમજ પૂજ્ય સંતો ચંદ્રકાંતગીરીજી મહારાજ, આદિત્યગીરીજી, હરીચરણગીરીજી મહારાજ,વસંતદાસજી માતાજી,રવિગીરીબાપુ, રણછોડગીરીજી બાપુ, હરિચરણદાસજી,સંતોષ ગીરીબાપુ વગેરે સંતો મહંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી.

સાત દિવસના આ ભાગવત-પારાયણ ધર્મ સત્સંગમાં સંતવાણી, ભજન, ભોજન નો ત્રિવેણી સંગમ રચાયો હતો. તળાજા મહુવા તેમજ આજુબાજુના પંથકના ભાવિક જનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. સાથો સાથ અહીં જગ્યામાં થઈ રહેલી દેશી ગાયોની સેવા માટે દાનની સરવાણી પણ સતત વહેતી રહી હતી.

મહંત થાણાપતી પુ.લહેરગીરીબાપુ તેમજ સેવક સમુદાય દ્વારા થયેલું આ ભગવદ કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/