fbpx
ભાવનગર

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો 

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં શ્રી ગિજુભાઈ બધેકાનાં પુત્ર શ્રી નરેન્દ્રભાઈ બધેકા ( બચુભાઈ) ની ૧૧૦ મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે “આનંદોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલો આ કાર્યક્રમ નાયબ માહિતી નિયામકશ્રી શ્રી ચિંતન રાવલનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

        આ કાર્યક્રમમાં બાલમંદિરમાં આભ્યાસ કરતા ત્રણથી છ વર્ષના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દિવડા નૃત્ય, હોળીનાં ગીતો, ટિપ્પણી રાસ,  નાટક, રાંદલ માતાજીનો ઘોડો અને અભિનય ગીતો પ્રસ્તુત કરી વાતાવરણને આહલાદક બનાવ્યું હતું . ઉપરાંત ત્યાં અભ્યાસ કરતી બાળકી પદ્મજા ત્રિવેદીએ કવિ કૃષ્ણ દવે બની તેમની “રચના કોઇ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં” રજૂ કરી શ્રોતાઓને અભિભૂત કર્યા હતા.

        આ કાર્યક્રમમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉ. ધીરેન્દ્ર મુની, ટ્રસ્ટી શ્રી ડૉ. તેજસ દોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

        જેમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં ટ્રસ્ટીશ્રીઓ, નિયામકશ્રી, વિભાગીય વડાશ્રીઓ, પૂર્વ આચાર્યશ્રીઓ, પૂર્વ શિક્ષકશ્રીઓ, શુભેચ્છકો, બાલમંદિરનાં પારિજાતક અને ગુલાબ ટકડીનાં બાળકોનાં વાલીઓ, પત્રકારો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં શિક્ષકો અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/