fbpx
ભાવનગર

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન ગાંધીનગર ખાતે મળશે

પાલીતાણા  મુકામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી હાર્દિકભાઈ ગોહેલ તેમજ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  મધુકભાઈ ઓઝા, મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળા દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ , મહામંત્રીશ્રીઓ, રાજ્ય પ્રતિનિધિ, જિલ્લા પ્રતિનિધિ તેમજ જિલ્લા કારોબારી અને તાલુકા કારોબારીના સભ્યો અને અલગ અલગ શિક્ષક શરાફી મંડળીના પ્રમુખશ્રીઓ અને ડિરેક્ટરશ્રીઓની આગામી મેં માસમાં ગાંધીનગર મુકામે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક અધિવેશન માટે તેમજ શિક્ષકો અને શિક્ષણના હિત માટે પૂજ્ય શ્રી મોરારીબાપુના મુખે પ્રવાહિત થનાર રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તે બાબતના આયોજન માટે બેઠક બોલાવવામાં આવી હતી.

સમગ્ર ભારત રાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવા  તત્પર  અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દર બે ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવતું હોય છે.જેમાં ગુજરાત રાજ્યમાં આવું રાષ્ટ્રીય અધિવેશન પ્રથમ વખત મળી રહ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે એક અનેરો ઉત્સવ બની રહેવાનો છે.

ત્યારે તેના આયોજન માટે પાલીતાણા મુકામે ભાવનગર જિલ્લાની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં પાલીતાણા ની ઓળખ એવા શેત્રુંજી મહાતીર્થની પ્રતિકૃતિ આપીને સન્માનિત કર્યા બાદ ભાવનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો બાબતે જિલ્લા સંઘના હોદ્દેદાર મધુભાઈ ઓઝા અને ગજેન્દ્ર સિંહજી વાળા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ શિક્ષક સંગઠનની એકતા માટે પાલીતાણા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પરેશભાઈ અમરેલીયા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના કો ઓપ્ટ સભ્ય  વિજયસિંહ ચૌહાણ દ્વારા શિક્ષક સંઘની કામગીરીને બિરદાવવામાં આવી હતી. બાદમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા દ્વારા શિક્ષકોને ગાંધીનગરમાં  યોજાનાર રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશન માટે આર્થિક યોગદાન તેમજ શ્રમદાન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો બાબતે જે સમાધાન કરી પરિપત્રો અને વિવિધ મૂવમેન્ટ વિશેની માહિતી આપી અને વર્ષોથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા થયેલ કાર્યો જેવા કે સળંગ નોકરી, કુટુંબ પેન્શન યોજના,  છઠ્ઠા પગાર પંચ મુજબ ઘરભાડું, 2800 માંથી 4200 ગ્રેડ પે, શિક્ષકોની પગાર ગ્રાન્ટના વિવિધ ફેરફારો અને રાજ્યકક્ષા સુધીના વિવિધ રજૂઆતો માટે ની વિગતો આપવામાં આવી.

ભાવનગર જિલ્લાના પ્રમુખ મધુકર ઓઝા દ્વારા રાષ્ટ્રીય અધિવેશન માટે 11, 111/-, જિલ્લા મહામંત્રી ગજેન્દ્રસિંહજી વાળા દ્વારા 11,111/-, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મંત્રી હાર્દિકભાઈ ગોહિલ દ્વારા 11,111/-, તળાજા તાલુકાના પ્રમુખશ્રી વજેરામભાઈ લધવા અને તળાજા તાલુકાના મહામંત્રી મથુરભાઈ ધાપા દ્વારા 62,000/- તેમજ તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓ દ્વારા કુલ 3,00,00/- (ત્રણ લાખ રૂપિયા) નો આર્થિક સહયોગ મિટિંગના સમયે જ જાહેર કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાના તમામ શિક્ષકો દ્વારા મહત્તમ ફાળો અધિવેશન માટે આપવામાં આવશે એવી જાહેરાત પણ તમામ હોદ્દેદાર શ્રીઓ દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ પાલીતાણા તાલુકાના મહામંત્રી શ્રી વિજયસિંહ મોરી દ્વારા કરવામાં આવી.

આ સમગ્ર કાર્યક્રમની જહેમત પાલીતાણા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી, તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી હાર્દિકભાઈ ગોહેલ તેમજ પાલીતાણા તાલુકાના મહામંત્રી વિજયસિંહ મોરી અને ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મધુભાઈ ઓઝા અને જિલ્લા મહામંત્રી શ્રી ગજેન્દ્રસિંહ વાળા દ્વારા ઉઠાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/