fbpx
ભાવનગર

આગામી હોળી-ધૂળેટીનાં તહેવાર અંગે જાહેરનામુ બહાર પડાયુ

આગામી તા.૦૭/૦૩/૨૦૨૩ નાં રોજ હોળી તથા તા.૦૮/૦૩/૨૦૨૩ નાં રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમ્યાન જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થતાં લોકોને અટકાવીને ઘેરૈયાઓ તેમની પાસેથી ગોઠ માંગે છે અને રસ્તા ઉપર ગોઠ માટે અડચણો ઉભી કરે છે તથા ગોઠ ન આપનાર ઉપર રંગ છાંટી રાહદારીઓને ત્રાસ આપી પરેશાન કરે છે.

જેથી અકસ્માત, તકરારો થવાની શકયતાઓ હોઇ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેર હિતમાં ફરમાવેલ છે કે, સમગ્ર ભાવનગર જિલ્લામાં તા.૦૭/૦૩/૨૦૨૩ તથા તા.૦૮/૦૩/૨૦૨૩ નાં રોજ હોળી – ધુળેટી નિમિત્તે ઘેરૈયાઓએ લોકો પાસેથી ગોઠ માંગવી નહીં તેમજ તેમને રંગ છાંટીને પરેશાન કરવા નહીં તથા ઇચ્છા વિરૂધ્ધ રંગ છાંટવો નહીં.  

        આ હુકમ/ જાહેરનામાનો ભંગ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/