fbpx
ભાવનગર

મહુવાના કળસાર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લી. મુંબઈ ના સહયોગથી કળસાર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૩ ની ઉજવણી કલેકટરશ્રી ડી. કે. પારેખના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૨૦૦ થી વધુ મહિલાઓની ઉપસ્થિતિમાં અલગ અલગ સખી મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

        સંસ્થા દ્વારા પાંચ છ વર્ષથી મહિલા દિવસ નિમિતે ગ્રામીણ મહિલાઓની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સિદ્ધીઓની ઉજવણી કરવામાં આવે છે.   

        કાર્યક્રમમાં હાથથી બનાવેલ ખાખરા, લાકડાથી બનાવેલ રમકડાં, સોલાર ખાદી, અથાણાં, એલોવેરા જ્યુસ, આમળાનો રસ, મધ, બેકરી પ્રોડક્ટ, બનાના વેફર જેવા ૨૦ થી વધુ પ્રોડક્ટના લાઈવ સ્ટોલ પ્રદશન અને વેચાણ માટે રાખવામાં આવ્યા હતા.

        આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે મેડિકલ ચેકઅપ કેમ્પ, શ્રમ કાર્ડ સહિતના કેમ્પો કાર્યરત કરાયા હતા.                

        આ તકે કલેકટરશ્રી ડી. કે. પારેખે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ બચતની છે આર્થિક કટોકટી જ્યારે જ્યારે આવી છે ત્યારે ત્યારે બચત જ કામ આવી છે ત્યારે સખી મંડળીઓ થકી મહિલાઓ આર્થિક  ઉપાજનની સાથે બચત પણ કરી રહી છે અને પગભર થઈ રહી છે. મહિલા સશક્તિકરણની વાત કરીએ તો સંસ્થા સાથે ૭૦૦ થી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપો સાથે ૭૦૦૦ થી પણ વધુ બહેનો જોડાયેલા છે એ પુર્તતા કરે છે કે મહિલાઓને આજીવિકા અને બચતની સાથે આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે.         

        આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા એ મહિલાઓ દ્વારા થયેલા “મંડળ હમારી જાન હૈ, બચત હમારી પહચાન હૈ” અંગે ટેકો આપતા જણાવ્યું હતું કે, એકલી વ્યક્તિ પોતે કઈક કરે અને ૧૦ બહેનોને સાથે મળીને મંડળ બનાવે તો કેટલી આગળ વધી શકે એ વાત નું દ્રષ્ટાંત આપ્યું હતું. મંડળ બનાવીને આર્થિક ઉપાજન કરવામાં આવે તો સામાજિક રીતે સુદ્રઢ બની શકાય છે.                  આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ નિગમના નિયામક શ્રીમતી જયશ્રીબેન ઝરૂ, મહુવા મામલતદારશ્રી પરિતોષભાઈ, મહુવાના તાલુકા વિકાસ અધિકારીશ્રી વસાવા, પીડીલાઇટ ના ડો. પી. કે. શુકલા, સદભાવના ટ્રસ્ટના શ્રી ડિમ્પલબેન, બ્રમ્હાનન્દધામના ચાપરડાના શ્રી અર્જુનસિંહ, મહુવા એ.પી.એમ.સી. ના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી ભરતભાઇ શેઠ, શ્રી અજયભાઈ દોશી, પ્રશાંતભાઈ ભટ્ટ, ડો. કે. ડી. પારેખ, શ્રી કે. પી. મહેતા, શ્રી ઇસ્માઈલભાઈ, શ્રી બાબુભાઇ, શ્રી જીજીભાઈ, શ્રી સંજયભાઇ, શ્રી જે. પી. દોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.              

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/