fbpx
ભાવનગર

શિહોરના દેવગાણા ગામમાં ભાગવત કથા માં જ્ઞાનગંગા વહી

ગોપાલ આશ્રમ દેવગણમાં ભાગવત કથામાં શિવ વિવાહની દિવ્ય ઉજવણી.

શિવજી કૃપા કરુણા અને કલ્યાણના દેવ છે.- પૂ.સીતારામ બાપૂ.

કુહાડો જેમ કાષ્ટને કાપે છે તેમ કીરતાર આપણા કષ્ટને કાપે છે- પૂજ્ય સીતારામ બાપુ.

દેવગાણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં આજે કપિલ જન્મ કથા બાદ શિવ વિવાહની દિવ્ય કથા વર્ણવતા પૂજ્ય સીતારામ બાપુએ જણાવેલ કે અપેક્ષામાંથી અશાંતિનો જન્મ થાય છે તેથી ઈશ્વર ભજન કરવું જરૂરી છે મંત્રથી મન અને યંત્રથી જળ ઉર્ધ્વગામી બને છે.

કથા દરમિયાન નવધા ભક્તિ નું વર્ણન કરતા પૂજ્ય બાપુએ ગોપાલ આશ્રમના પૂજ્ય પુરુષોત્તમદાસ બાપુના જીવન વિશે જગન્નાથપુરીના શંકરાચાર્યજીએ વર્ણવેલી દિવ્ય વાતનું શ્રોતાઓને વર્ણન કર્યું હતું.

આજની કથામાં કરમદીયા થી કમલેશ્વર બાપુ, સગાપરા ની ધાર થી લાલગીરી , પ્રાણેશ્વર મહાદેવ થી ભગતબાપુ , થી દયાનંદ બાપૂ. ટીમાણાથી આત્માનંદ બાપુ તેમજ અગીયાળથી ભિલેશ્વર આશ્રમથી રામ ભારથી બાપુએ પધારી સંત દર્શન આપ્યા હતા.

જ્યારે આજની કથામાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાજનભાઈ ભટ્ટ, તળાજા યાર્ડના ચેરમેન ભીમજીભાઇ પંડ્યા, અને જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ પનોત હાજર રહી કથા સાંભળી હતી.

 જ્યારે કથાની સેવામાં દિહોર સીતારામ મંડળ રામદેવપીર મંડળ તેમજ ગણેશ શાળા ટીમાણા વિદ્યાર્થીઓએ સેવા બજાવી હતી કૃષ્ણદાસ બાપુ અને ગોપાલ આશ્રમ સેવક મંડળે કથામાં થી રૂડું આયોજન કરેલ. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/