fbpx
ભાવનગર

તળાજામાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું

જિલ્લા પંચાયત કચેરી, આયુર્વેદ શાખા – ભાવનગર  દ્વારા તળાજા ખાતે યોજાયેલ આયુષ મેળો. ભાવનગર ખાતે પ્રથમવાર ભવ્ય આયુષ મેળો યોજાયો. આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઇ ડાભીના પ્રમુખ સ્થાને આયુષ મેળાનું આયોજન 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય  હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભાવનગર,તાપીબાઇ હોસ્પિટલ-ભાવનગર તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-તળાજા  દ્વારા તળાજા ખાતે આયુષ મેળાનું  આયોજન કરવામાં આવ્યું.

આ આયુષ મેળામાં આમંત્રણને માન આપી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી. ત્યારબાદ મુખ્ય અતિથિશ્રી વિક્રમભાઇ ડાભી (ચેરમેનશ્રી આરોગ્ય સમિતિ-ભાવનગર),  શ્રીરાજનભાઇ ભટ્ટ (ચેરમેનશ્રી બાંધકામ  સમિતિ- ભાવનગર), શ્રી નરેશ જૈન સાહેબ(અધિક્ષકશ્રી તાપીબાઇ હોસ્પિટલ-ભાવનગર), શ્રી શીતલબેન સોલંકી(જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી-ભાવનગર), શ્રી કપીલભાઇ પંડયા (વૈધ પંચકર્મશ્રી સ.આ.હો તળાજા), તાલુકા વિકાસ અધિકારીશ્રી તળાજા, સીડીપીઓશ્રી તળાજા તથા વિવિધ ક્ષેત્રના અધિકારી/પદાધિકારીશ્રીનુ મોમેન્ટો તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા.

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પાવઠીની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત સુંદર નૃત્ય સાથે રજુ કરવામાં આવ્યુ . ત્યારબાદ ભાવનગર જીલ્લાના યોગ ઇન્સ્ટ્રકટરો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સુર્યનમસ્કાર રજુ કરવામાં આવ્યા તથા દેશ ભક્તિ ગીત વંદેમાતરમ ઉપર સુંદર યોગાસનો રજુ કરવામાં આવ્યા જેથી આયુષ મેળા  કાર્યક્રમના વાતવરણમાં અનેરો  ઉત્સાહ જોવા મળ્યો .

જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી શીતલબેન સોલંકી દ્વારા હાજર તમામ લોકોને આવકારી આયુષ મેળા વિશે સંક્ષિપ્ત માહીતી આપવામાં આવી  તથા આયુર્વેદના મહત્વ વિશે લોકોને સમજાવવામાં આવ્યુ ત્યારબાદ શ્રીવિક્રમભાઇ ડાભી (ચેરમેનશ્રી આરોગ્ય સમિતિ , ભાવનગર) દ્વારા લોકોને આયુર્વેદ અને યોગના વધતા મહત્વ વિશે તથા લોકો વધુને  વધુ આયુર્વેદ તથા યોગ તરફ વળે તે માટે સુંદર વકતવ્ય આપવામાં આવ્યુ ત્યારબાદ વૈધ જયદીપ એમ. ડોડીયા (મેડીકલ ઓફીસર આયુર્વેદ ) દ્વારા આભારવિધિ કરવામાં આવી અને હાજર તમામ અધિકારી/પદાધિકારીઓ દ્વારા આયુષ મેળાને તામામ લાભાર્થીઓ માટે  ખુલ્લો મુકવામાં આવ્યો .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/