fbpx
ભાવનગર

રાજ્યમાં થયેલ EI-Nenoઈફેક્ટના કારણે સંભવિત ઉભા થનાર હીટવેવથી બચવા ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પડાઇ

સંભવિત હીટવેવથી ખેતીવાડી અને બાગાયત પાકોને નુકશાનીથી બચવા માટે લેવાના પગલાં જાહેર કર્યા છે. જેમાં જણાવ્યા મુજબ ઉનાળુ ઋતુમાં જિલ્લામાં થયેલ ખેતી પાકોને એપ્રિલ, મે અને જૂનમાં ઉપલબ્ધ પાણીનાં જથ્થા મુજબ પિયત નો સમયગાળો ઘટાડવો. ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં કપાસ, મગફળી, કઠોળ અને ઘાસચારો પાકનું આગોતરૂ વાવેતર ઘટાડી પૂરતા વરસાદ અથવા ભેજની ઉપલબ્ધતા મુજબ અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટે ત્યારે જ વાવેતર કરવું એટલે કે ૨૫ જુન બાદ પાકોનું વાવેતર કરવું.

મગફળીનો પાકમાં ફુલ અવસ્થા તથા ડોડવા બેસવાની અવસ્થા દરમીયાન ગરમીની અસર જણાય તો કુંવારા પધ્ધિતિથી પીયતની વ્યવસ્થા/ માઇક્રોસ્પ્રિકલર પધ્ધતિથી પીયતની વ્યવસ્થા કરવી. ઉનાળુ પાકોને હીટવેવથી બચાવવા માટે ઘઉંના પરાળનું આચ્છાદન કરવું. ખેતી કાર્યો સાથે સંકળાયેલ ખેડૂતો અને ખેત મજૂરોએ ઓછા તાપ દરમ્યાન ખેતી કાર્ય કરવા અને બપોર બાદ ઠંડુ વાતાવરણ થયા બાદ ખેતી કાર્યો કરવા ખેતરમાં જવુ. ખેતી કાર્યો કરવા જતા ખેડૂતોએ પીવાના પાણીનો પૂરતો જથ્થો સાથે લઈ જવો વાડી વિસ્તારોમાં પશુધન માટે પીવાનાં પાણીનો જથ્થો ઉપલબ્ધ રાખવો તેમજ ગામના બિનવારસી પશુઓને અવાડામાં પીવાનું પાણી પુરતુ મળી રહેતે માટે ગામના સરપંચ સાથે પરામર્શમાં રહેવુ.

લીલો ઘાસચારો જરૂરિયાત મુજબ શેડવાળી જગ્યા પર સંગ્રહ કરવો જેથી સુકાઈ ન જાય. પશુઓને આપવાનો થતો સૂકો ઘાસચારો કે દાણ વગેરે મિક્ચર જથ્થો અગાઉથી સંગ્રહ કરી રાખવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/